મોરબી : મોરબી મહાનગરપાલિકાની વોટરવર્કસ શાખા દ્વારા શહેરના તમામ ઝોનમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે ક્લોરીન ડોસીંગ સીસ્ટમ શરૂ કરવામાં આવી છે. અંદાજીત ડીપીઆર (DPR) બનાવીને સરકારમાં મંજૂરી અર્થે પ્રોજેક્ટ મોકલવામાં આવ્યો હતો, જેની મંજૂરી મળ્યા બાદ અંદાજે રૂ. ૨.૩૫ કરોડના ખર્ચે આ સીસ્ટમ ઉભી કરવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને પાણી શુદ્ધિકરણ પ્લાન્ટમાં તેમજ પંપીગ સ્ટેશનમાં આ અદ્યતન ક્લોરીન ડોસીંગ સિસ્ટમ સફળતાપૂર્વક સ્થાપિત કરી કાર્યરત કરાઈ છે. આ કામગીરીથી મોરબી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં રહેતા શહેરીજનોને ક્લોરીનેશન કરેલ શુદ્ધ પાણીનો પુરવઠો મળી રહેશે. તમામ વિસ્તારોમાં શુદ્ધ પાણી મળવાથી પાણીજન્ય રોગોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાશે.આ પંપીંગ સ્ટેશન અને તેની હેઠળ આવતા વિસ્તારોને આ ક્લોરીન ડોસીંગ સિસ્ટમનો લાભ મળશે● દાણાપીઠ: વાઘપરા, કબીર ટેકરી, વજેપર, , રબારીવાસ, બોરીચાવાસ, લખધીરવાસ વગેરે વિસ્તાર● પંચાસર: પંચાસર રોડ, નાની કેનાલ રોડ, આવાસ યોજના, હાઉસીંગ બોર્ડ વગેરે વિસ્તાર.● રણછોડનગર: લાઇન્સનગર, રણછોડનગર, નીધીપાર્ક, યમુનાનગર, અમ્રુતપાર્ક, વગેરે વિસ્તાર.● દરબારગઢ: દરબારગઢ થી નહેરુગેટ વિસ્તાર.● શનાળા: અવનિ ચોકડી, શનાળા રોડ, રવાપર કેનાલ રોડ શનાળા બાયપાસ સુધી.● સરદારબાગ: સરદારબાગ થી GIDC નો સામેનો વિસ્તાર, રવાપર રોડ, કાલિકા પ્લોટ, સહયોગ સોસાયટી સુધી.● સુરજબાગ: માધાપર મહેન્દ્રપરા, અંબિકા રોડ, નહેરુ ગેટ સુધી.● NC – 7 હેડવર્કસ: પંચાસર સરદાર બાગ.● કેસરબાગ: લાલ બાગ, પાવન પાર્ક, હોઉંશિંગ બોડ, સો ઓરડી.● પીકનીક સેન્ટર: શોભેશ્વર રોડ, ધાર વિસ્તાર, જીલ્લા સેવા સદન સરકારી મકાન.● ઉમા ટાઉનસીપ અને નઝરબાગ (ભડીયાદ): ઉમા ટાઉનશીપ, વિધુત નગર, અરુણોદય મેન રોડ, સેવા સદન.#Morbi #MorbiUpdate #MorbiMahanagarpalika #CleanDrinkingWater #ChlorineDosingSystem #MorbiCity #PublicHealth #GujaratNews