મોરબી: મોરબી કેન્દ્ર દ્વારા માં ગંગાના સાનિધ્યમાં હરિદ્વાર ખાતે 'SSY સાધના શિબિર'નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આધ્યાત્મિક અને માનસિક શાંતિનો અનુભવ કરવા માંગતા લોકો માટે આ શિબિર એક ઉત્તમ તક પૂરી પાડે છે.આ સાધના શિબિર હરિદ્વારના લકુલીશ આશ્રમ ખાતે 5 એપ્રિલ 2026 થી 12 એપ્રિલ 2026 સુધી યોજાશે. શિબિરમાં જોડાવા માંગતા લોકોએ 5 એપ્રિલ (રવિવાર) ના રોજ સાંજના 5 વાગ્યા પહેલા આશ્રમ ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે.આ શિબિરમાં કોઈ પણ વ્યક્તિ નોંધણી કરાવી શકે છે. SSY મેડિટેટર્સ અને નોન-મેડિટેટર્સ બંને આ શિબિરમાં ભાગ લઈ શકશે, જેમાં યુગલોને પ્રાથમિકતા આપવામાં આવશે. શિબિરનું યોગદાન પ્રતિ વ્યક્તિ 10,000 રૂપિયા રાખવામાં આવ્યું છે, જેમાં રહેવાની અને જમવાની વ્યવસ્થા સામેલ છે. જોકે, હરિદ્વાર સુધી આવવા-જવાનો ટ્રાવેલિંગ ખર્ચ શિબિરાર્થીએ સ્વખર્ચે ભોગવવાનો રહેશે.શિબિરમાં જોડાવા અને રજિસ્ટ્રેશન કરાવવા માટે નીચે આપેલા નંબરો પર સંપર્ક કરી શકાશે:અંબારામભાઈ કવાડીયા: 9825263142મનુભાઈ પટેલ: 9879337070રમેશભાઈ સાણંદીયા: 9825827857ડાયાભાઈ અઘારા: 9978098341#Morbi #MorbiUpdate #SSY #SadhanaShibir #Haridwar #Meditation #Spiritual #YogaCamp #MorbiNews