મોરબી : આગામી ત્રણ દિવસ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત મોરબી તેમજ રાજકોટ વિસ્તારમાં ઝાકળ છવાયેલી રહેવાની પ્રબળ શક્યતા છે. આ સાથે જ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેથી લોકોને ગરમીથી આંશિક રાહત મળશે.હવામાન ટંકારાના નાના ખીજડીયાના હવામાન નિષ્ણાત રમેશ બસિયાએ જણાવ્યું છે કે, 27 અને 28 તારીખના રોજ દક્ષિણ-પશ્ચિમ કાંઠા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જે વિસ્તારોમાં વધુ ઘાટા વાદળો જોવા મળશે ત્યાં સામાન્ય છાંટા પડી શકે છે. જો કે, ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે માવઠાની કોઈ જ શક્યતા નથી. આ સમયગાળા દરમિયાન પવન મુખ્યત્વે પશ્ચિમ દિશાનો રહેશે અને તેની ઝડપ એકદમ સામાન્ય જળવાઈ રહેશે. વાતાવરણ અંગેની આ આગાહી 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધીના સમયગાળા માટે કરવામાં આવી છે.#Morbi #Rajkot #Saurashtra #Kutch #WeatherUpdate #MorbiUpdate #Fog #GujaratWeather #Tankara