મોરબી: મોરબીમાં હિન્દુ જાગરણની દિશાને નવી ઉર્જા અને જાગૃતિ પ્રદાન કરવાના હેતુથી સમગ્ર હિન્દુ સમુદાય દ્વારા સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ અને સામાજિક એકતાના પ્રતીક સમાન 'ભવ્ય હિન્દુ સંમેલન' નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન આગામી તારીખ 28/02/2026 ને શનિવારના રોજ રાત્રે 08:30 કલાકે એવન્યુ પાર્ક, શેરી નં-4, બરસાના એપાર્ટમેન્ટની બાજુમાં, રવાપર રોડ, મોરબી ખાતે યોજાશે.આ કાર્યક્રમમાં મણિધર હનુમાન મંદિર-મોરબીના મહંત હરીદાસજી મહારાજ આશીર્વચન પાઠવશે. અતિથિ વિશેષ તરીકે કથાકાર વેદાંત આચાર્ય ડો. દિલીપભાઈ પૈજા (કથાકાર) અને માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મહેશભાઈ ભોરણીયા ઉપસ્થિત રહેશે. જ્યારે વક્તા તરીકે નોટરી વકીલ તથા સામાજિક સદભાવ સંયોજક રાજેશભાઈ બદ્રકિયા પ્રાસંગિક ઉદબોધન કરશે.હિન્દુ સંમેલન સમિતિ (એવન્યુ પાર્ક, જયરાજ પાર્ક, વ્રજવાટિકા, યોગેશ્વર સોસાયટી, સહયોગ સોસાયટી, દેવપાર્ક, વિશ્વકર્મા સોસાયટી, યદુનંદન પાર્ક) દ્વારા આ ભવ્ય સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે તમામ ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #HinduSammelan #SanatanDharma #Unity #MorbiNews #ReligiousEvent #RavaparRoad #Gujarat #HinduJagran