મોરબી: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા મોરબીના અયોધ્યાપુરી રોડ પર આવેલ જલારામ મંદિર ખાતે એક ભવ્ય નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા આયોજિત આ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી.ગઈકાલે ૨૫ ફેબ્રુઆરીના રોજ બપોરે ૨ થી ૫ વાગ્યા દરમિયાન યોજાયેલ આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક તપાસ, નિદાન અને દવા વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કેમ્પમાં મોરબીના નામાંકિત તબીબોએ પોતાની સેવાઓ અર્પી હતી.નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા અપાઈ સેવાઓઆ મેગા કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરોએ હાજર રહીને દર્દીઓને તપાસ્યા હતા અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં સેવા આપનાર તબીબોની યાદી નીચે મુજબ છે: • મેડિસિન વિભાગ: ડો. ભૌમિક સરડવા (Ethical Hospital) અને ડો. ઉમેશ ગોધવીયા (Pulse Hospital) • આંખ વિભાગ: ડો. મેહુલ પનારા (Vision આંખની હોસ્પિટલ) • ડેન્ટલ વિભાગ: ડો. ધીરેન પટેલ (શ્રી હરિકૃષ્ણ ડેન્ટલ કેર) • બાળરોગ વિભાગ: ડો. અક્ષય જાકાસણીયા (વાત્સલ્ય ચાઈલ્ડ હોસ્પિટલ) • સ્કીન વિભાગ: ડો. ભાવેશ શેરસીયા (Divine સ્કીન & પંચકર્મા ક્લિનિક) • ગાયનેક વિભાગ: ડો. નિશિથ દઢાણીયા (આરાધના હોસ્પિટલ) • સર્જરી વિભાગ: ડો. વિમલ દેત્રોજા (Leprocare) • ઓર્થોપેડિક વિભાગ: ડો. યશ કડિવાર (Welcare હોસ્પિટલ)આ ઉપરાંત, Dr. Patel Pathology Laboratory દ્વારા તમામ લાભાર્થીઓ માટે મફત બ્લડ સુગર ચેકઅપની સુવિધા પણ આપવામાં આવી હતી.સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયાના સ્મરણાર્થે આયોજિત આ કેમ્પ દ્વારા દર્દીઓને માત્ર તપાસ જ નહીં, પરંતુ જરૂરી દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. પરિવાર દ્વારા કરવામાં આવેલી આ સેવાકીય પ્રવૃત્તિને મોરબીના નગરજનોએ બિરદાવી હતી અને આ કાર્યને સ્વર્ગસ્થને સાચી શ્રદ્ધાંજલિ ગણાવી હતી.#Morbi #MorbiUpdate #HealthCamp #MedicalCamp #ServiceToHumanity #MorbiNews #FreeMedicalCheckup #RameshBhaiRangpadiya