વાંકાનેર : વાંકાનેર તાલુકાના મોટા ખીજડિયા ગામના પાટિયા પાસે ગત તા.24ના રોજ રાત્રીના સમયે અગાભી પીપળીયા ગામના રહેવાસી પૃથ્વીરાજસિંહ દસરથસિંહ જાડેજા પોતાની અલ્ટો કાર રજીસ્ટર નંબર જીજે - 36 - આર - 1494 લઈને પોતાના ઘેર આવતા હતા તે સમયે રોડ પર કોઈપણ જાતની પાર્કિંગ લાઈટ વગર ટ્રક નંબર જીજે - 17 - વાય - 9976ના ચાલકે રોડ પર ટ્રક ઉભો રાખી દેતા અલ્ટો કાર ટ્રક પાછળ અથડાતા પૃથ્વીરાજસિંહનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મૃતકના ભાઈ દિલીપસિંહની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.