તા.19ના રોજ યુવાન ગુમ થયો હતો, અઠવાડિયા બાદ મૃતદેહ મળ્યો : સોની યુવાનની હત્યાની શાહી સુકાઈ નથી, ત્યાં વધુ એક હત્યાની ઘટનાથી ચકચારમોરબી : શહેરમાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેમ એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ગત ૧૯ ફેબ્રુઆરીના રોજ શનાળા રોડ પર સરદારબાગ પાસે ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે સોની યુવાન જતીન આડેસરાની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં પીપળી રોડ ઉપર વધુ એક હત્યાનો કંપાવનારો બનાવ સામે આવ્યો છે.સુત્રોમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ, વીસીપરા વિસ્તારમાં રહેતો તાજમહંમદ ભટ્ટી નામનો યુવાન ગત ૧૯ તારીખથી ગુમ હતો, જેની ઘાતકી હત્યા થઈ હોવાની વિગતો સામે આવી છે. હત્યારાઓએ ક્રૂરતાની હદ વટાવીને મોરબીના પીપળી રોડ પર આવેલા એક કોલસાના કારખાનામાં આ યુવાનની કોઈ કારણોસર હત્યા કરી તેને જમીનમાં દાટીને તેના પર સિમેન્ટ કોન્ક્રીટનું ધાબુ ભરી દીધું હોવાની ચોંકાવનારી માહિતી મળી રહી છે.ઘટનાની જાણ થતાં ડીવાયએસપી, બી ડિવિઝન પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. હાલ સિમેન્ટનું ધાબુ તોડીને મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. વધુમાં સૂત્રો એવું જણાવી રહ્યા છે કે તા.19ના રોજ આ યુવાન ગુમ થયો હતો. યુવાન જમીન-મકાનની દલાલીનું કામ કરતો હતો. ગુમ થયાના બે દિવસ બાદ યુવાનની ગાડી સેવા સદન રોડ ઉપરથી મળી આવ્યું હતું. જોકે, આ સમગ્ર ઘટના અંગે હજુ સુધી પોલીસે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. પોલીસ તપાસ બાદ જ હત્યાનું ચોક્કસ કારણ અને અન્ય વિગતો સત્તાવાર રીતે સામે આવશે.#Morbi #MorbiUpdate #MorbiCrime #Murder #LawAndOrder #GujaratPolice #CrimeNews