મોરબી : મોરબી શહેરમાં કુબેર ટોકીઝ પાસે આવેલ યોગીનગરમાં રહેતા ફરિયાદી ભાવેશભાઈ રતીલાલભાઈ અગેચણિયા સાથે આરોપી અનિલ સનુરાને સાતેક દિવસ પહેલા બોલાચાલી ઝઘડો થયો હોય તેનો ખાર રાખી ગત તા.23ના રોજ સાંજના સમયે આરોપી અનિલે પથ્થરનો છૂટો ઘા મારી હુમલો કરતા ઇજાઓ પહોંચતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.