મોરબી: રવાપર ધુનડા રોડ પર આવેલ ક્રિષ્ના વસ્તી વિસ્તારમાં હિન્દુ મહાસંમેલન સમિતિ દ્વારા ભવ્ય 'હિન્દુ મહાસંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંતો-મહંતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણીઓએ પ્રેરક ઉદબોધન આપી હિન્દુ સમાજને એકતા, સ્વદેશી અપનાવવા અને શસ્ત્ર-શાસ્ત્રના જતન માટે હાકલ કરી હતી.સંતો અને મહાનુભાવોનું ભવ્ય સ્વાગતકાર્યક્રમની શરૂઆતમાં સંતો અને મહંતોનું ઢોલના તાલે અને સામૈયા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આત્માનંદ સરસ્વતીજી, દામજી ભગતજી અને ડો. ભાડેસીયાનું હાર્દિક સ્વાગત કરાયું હતું. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. મોરબીના અગ્રણીઓ અને સેવાભાવીઓનું સન્માનઆ તકે મોરબીના ઉદ્યોગ અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા અગ્રણીઓનું સન્માન કરાયું હતું. જેમાં ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયા, હરેશ બોપલિયા, સંદીપ કુંડારિયા, અજય મારવાણીયા, શૈલેષ દેત્રોજા, દિનેશ હરીપરા, ઉત્તમ, અમિત કસુન્દ્રા, અશોક અને જગદીશ પનારા, નિલેશ, દિલુભા, કે. કે. પટેલ, જગદીશ કૈલા, લલિત કામરિયા, પાર્થ બારૈયા, દીપક કામરીયા, નિલેશ કુંડારિયા, અશોક, બાબુ, જયંતીભાઈ પટેલ, મનોજ પનારા સહિતના વિવિધ એસોસિએશનના અગ્રણીઓ, સમાજસેવકો અને મીડિયા મિત્રો તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કથક અને શિવ તાંડવ નૃત્યની પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.ડો. ભાડેસીયા: 'સ્વદેશીનો ભાવ જ રાષ્ટ્રનો વિકાસ'પશ્ચિમ કચ્છ સંઘ સંચાલક ડો. ભાડેસીયાએ જણાવ્યું હતું કે, ભારત માતાનો પાલવ એટલે ગુજરાત અને તેની ધમની એટલે મોરબીનો રવાપર રોડ વિસ્તાર છે. સંઘના 100માં વર્ષ અને વીર બિરસામુંડાના 150માં વર્ષ નિમિત્તે તેમણે સ્વદેશીનો મહિમા સમજાવતા કહ્યું કે, 1947માં આપણે સ્વતંત્ર થયા પણ ખરા અર્થમાં સ્વતંત્રતા ત્યારે જ કહેવાય જ્યારે આપણું પોતાનું તંત્ર અને વિચાર હોય. તેમણે ઇઝરાયેલ અને જાપાનના ઉદાહરણ આપી માતૃભાષા અને સ્વદેશી વસ્તુઓ અપનાવવા ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે, મોરબીની ટાઇલ્સ આજે વિશ્વમાં હરીફાઈ કરી રહી છે જે સ્વદેશી ભાવનું ઉત્તમ ઉદાહરણ છે.દામજી ભગત: 'એકતા, વીરતા અને માનવતા પરમો ધર્મ'દામજી ભગતે ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો: • એકતા: જાતિ-પાંતના ભેદ ભૂલી હિન્દુ તરીકે એક થવું. • વીરતા: ઘરમાં હથિયાર રાખવા અને વીર બનવા હાકલ કરી. • માનવતા: ગરીબ અને દુખિયારાઓની મદદ કરી ખભે ખભા મિલાવી ચાલવું.આત્માનંદ સરસ્વતીજી: 'શાસ્ત્ર અને શસ્ત્ર વગર આ દેશ નહીં બચે'પૂજ્ય આત્માનંદ સરસ્વતીજીએ પોતાના ઓજસ્વી પ્રવચનમાં જણાવ્યું હતું કે, જે દેશની સ્ત્રી જાગ્રત હોય ત્યાં ચારિત્રની સરિતા ક્યારેય સુકાતી નથી. તેમણે માતાઓને સંતાનોને સંસ્કાર આપવા અને હનુમાન ચાલીસા શીખવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, 'શાસ્ત્ર અને શસ્ત્ર હશે તો જ 'ભારત માં' ના વસ્ત્ર સલામત રહેશે.' તેમણે દીકરીઓને પર્સમાં લિપસ્ટિકને બદલે કટાર રાખવા અને સ્વરક્ષણ શીખવા ટકોર કરી હતી. વધુમાં તેમણે રાષ્ટ્ર અને સમાજ માટે ઓછામાં ઓછા ત્રણ સંતાનો હોવા જોઈએ તેવો મત પણ વ્યક્ત કર્યો હતો. યુવાનોને વ્યસન અને ફેશનથી દૂર રહી રોજ એક કલાક રાષ્ટ્રને આપવા આહવાન કર્યું હતું. અંતમાં તેમણે મોરબીના ઉદ્યોગકારોને સાંત્વના આપતા કહ્યું કે મંદી તો આવતી જતી રહે, પરંતુ દરેક સમસ્યાનો ઉકેલ હોય છે, બસ હૈયામાં રાષ્ટ્રપ્રેમ હોવો જોઈએ. #Morbi #HinduMahasammelan #MorbiUpdate #Swadeshi #Rashtravad #HinduUnity #RSS100 #MorbiNews #GujaratNews