મોરબી : સિરામિક સિટી મોરબીના ઉદ્યોગોના વિકાસ માટે સારા રસ્તાઓ હોવા ખૂબ જરૂરી છે. પરંતુ મોરબીમાં સિરામિક સિટીથી ભડીયાદ કાંટા તરફ જતા રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ રસ્તો છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં છે. રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે અને તેમાં પાણી ભરાઈ રહે છે, જેના કારણે કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. વાહન ચલાવવું તો દૂર, પણ ચાલીને જવું પણ મુશ્કેલ બની ગયું છે.એક જાગૃત નાગરિકે આ ખરાબ રસ્તાનો વીડિયો બનાવીને પોતાની વ્યથા ઠાલવી છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રસ્તાની હાલત કેટલી ખરાબ છે અને વાહનચાલકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વીડિયોમાં નાગરિક જણાવી રહ્યા છે કે, 'સિરામિક સિટીથી ભડીયાદ કાંટે જતો રસ્તો ઘણા સમયથી ખરાબ છે. વાહન આવવા-જવામાં બહુ વાંધો પડે છે અને પાણી ભરાયેલું રહે છે. છેક સુધી ખરાબ રોડ છે, ઘણા વર્ષોથી આ ભડીયાદ કાંટે જતા રોડની કામગીરી થઈ જ નથી. આ રસ્તો અનેક ઔદ્યોગિક એકમોને જોડતો હોવાથી અહીં ભારે વાહનોની અવરજવર સતત રહે છે. ખરાબ રસ્તાના કારણે વાહનોને નુકસાન થવાની સાથે સાથે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોની માંગ છે કે તંત્ર દ્વારા સત્વરે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે જેથી તેમને પડતી હાલાકી દૂર થાય.#MorbiUpdate #MorbiNews #BadRoadCondition #CeramicCity #BhadiyadKantaRoad #PublicInconvenience