મોરબી : દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ગ્રાન્ટ આધારિત ગાંધીનગર અને અમદાવાદ સાયન્સ સિટીના એક દિવસીય પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ પ્રવાસ માટે મોરબી તાલુકામાંથી માત્ર બે શાળાઓ, ભરતનગર પ્રાથમિક શાળા અને વજેપર શાળાની પસંદગી કરવામાં આવી હતી. શાળાના શૈક્ષણિક દેખાવ અને ઓલ ઓવર પરફોર્મન્સને ધ્યાને રાખીને આ પસંદગી થઈ હતી.તારીખ 24/2/26 ના રોજ યોજાયેલા આ પ્રવાસમાં ભરતનગર પ્રાથમિક શાળાના ધોરણ 7 અને 8 ના કુલ 50 વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીમાં વિવિધ આકર્ષણો જેવા કે, રોબોટિક ગેલેરી અને એક્વેરિયમ, આઈમેક્સ થિએટર અને 5D થિએટર, મંગલયાન રાઈડ અને પ્લેનેટોરિયમ અને એસ્ટ્રોનોમી ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી હતી.આ તમામ સુવિધાઓનો વિદ્યાર્થીઓએ નિઃશુલ્ક લાભ લીધો હતો. આ પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આધુનિક વિજ્ઞાન, ટેકનોલોજી અને અવકાશ વિજ્ઞાનથી માહિતગાર કરવાનો હતો. મોરબી તાલુકાની આ બે શાળાઓની પસંદગી થતા શિક્ષણ જગતમાં અને વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.#MorbiUpdate #MorbiNews #ScienceCity #Education #EducationalTour #MorbiSchools #ScienceAndTechnology #