મોરબી: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં યોજાનાર ચૂંટણી પ્રક્રિયા માટે મોરબી બાર એસોસિએશન દ્વારા જરૂરી સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સૂચના મુજબ આગામી ચૂંટણી અંગે એક પોલિંગ ઓફિસર, ચાર સહાયક પોલિંગ ઓફિસરની નિમણૂક કરવાની હોવાથી મોરબી બાર એસોસિએશન દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કરીને ચૂંટણી માટેના સ્ટાફના નામો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પોલિંગ ઓફિસર તરીકે ભટ્ટ ભાવેશ જગદીશચંદ્રની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સહાયક પોલિંગ ઓફિસર તરીકે સંખેસરિયા કલ્પેશભાઈ ધનજીભાઈ, કંઝારીયા ચિરાગ વિનોદરાય, ગોલતર રાહુલ નવઘણભાઈ અને પટેલ હર્ષ જીતેન્દ્રભાઈની નિમણૂક કરવામાં આવી છે. #Morbi #MorbiUpdate #MorbiBarAssociation #BarCouncilOfGujarat #Election2026 #MorbiNews