સ્લોટર મશીન સાફ કરવા સમયે બનેલ કરુણ ઘટનામોરબી : મોરબીના શનાળા રોડ પર શ્રીજી એસ્ટેટમાં આવેલ પેકેજીંગ કારખાનામાં ભાગીદાર સ્લોટર મશીનની સાફસફાઈ કરતા હતા તે વેળાએ મશીનની ધારદાર બ્લેડ ગળા પર વાગતા માથું કપાઈ જતા કારખાનેદાર આધેડનું મૃત્યુ નીપજ્યું હતું.કરુણ બનાવથી કારખાનેદાર પરિવારમાં ગમગીની છવાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ પર શ્રીજી એસ્ટેટમાં આવેલ શિવશંકર પેકેજીંગ કારખાનાના ભાગીદાર વિજયભાઈ ભાનુશંકર શિલું ઉ.51 રહે. પી.જી.કલોક પાછળ, પટેલ કોલોની, મોરબી વાળા કારખાનામાં સાફસફાઇ કરતા હતા ત્યારે દોરડાથી સ્લોટર મશીન ઊંચું કરવા જતાં મશીનની અંદર આવી જતા મશીનની ધારદાર બ્લેડ ગળાના ભાગે લાગી જતા માથું કપાઈ ગયું હતું.બનાવને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.