તહેવારના સમયમાં નાના વેપારીઓ વસ્તુ વહેંચી પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે તે માટે મંડપ ચાર્જ ઘટાડવા શહેર કોંગ્રેસ પ્રમુખની કમિશનરને રજુઆતમોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર મંડપ નાખવા માટે વસુલવામાં આવતા ચાર્જ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને આ ચાર્જ ઘટાડવા અને રાજકોટ મહાનગરપાલિકા મુજબનો ચાર્જ લાગુ કરવા માંગ કરી છે.પુષ્પરાજસિંહ જાડેજાએ પત્રમાં જણાવ્યું છે કે, મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં નગરજનો દ્વારા જાહેર માર્ગ કે પ્રોપર્ટી પર ૧૦ x ૧૦ નો મંડપ નાખવામાં આવે તો તેનો એક દિવસનો ચાર્જ રૂપિયા ૨૫૦૦ વસુલવામાં આવે છે. જયારે વર્ષોથી ચાલતી આવતી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ જ સાઈઝના ૧૦ x ૧૦ ના મંડપ માટે માત્ર રૂપિયા ૫૦૦ ચાર્જ લેવામાં આવે છે.તેઓએ સવાલ ઉઠાવ્યો છે કે, મોરબી અને રાજકોટ વચ્ચે આટલો મોટો તફાવત કેમ છે? શું મોરબી ગુજરાતની બહાર આવેલું અલગ રાજ્ય છે જેથી અલગ કાયદા અને અલગ ચાર્જનો અમલ કરવામાં આવી રહ્યો છે? મોરબીના નગરજનો પર મહાપાલિકા દ્વારા આટલો ઊંચો ચાર્જ ઝીંકીને જુલ્મ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.અંતમાં તેઓએ માંગ કરી છે કે, નાના વેપારીઓ અને સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી આ ઊંચો ચાર્જ લેવાનું બંધ કરવામાં આવે અને રાજકોટની જેમ વ્યાજબી ચાર્જ વસુલવામાં આવે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiMunicipalCorporation #MorbiCongress #PushparajsinhJadeja #MandapCharge