માત્ર બે-પાંચ લીટર દેશી દારૂના કેસ કરી સંતોષ માની લેવાય છે, વાસ્તવિક રીતે દરરોજ ૨૫,૦૦૦ લીટરથી વધુ દારૂનું વેચાણ : જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપમોરબી : મોરબી જિલ્લામાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ આ આવેદનપત્ર થકી જિલ્લાની વર્તમાન અશાંતિભરી પરિસ્થિતિ તરફ કલેક્ટરનું ધ્યાન દોર્યું છે.આવેદનમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં ચિંતાજનક વધારો થયો છે. તાજેતરમાં શનાળા મેઈન રોડ જેવા જાહેર વિસ્તારોમાં થયેલી હત્યાની ઘટનાઓથી લોકોમાં ભારે ભયનો માહોલ છે. માળિયા અને આસપાસના વિસ્તારોમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કુલ રૂ. ૧.૬૩ કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાવવાની ઘટનાઓ સાબિત કરે છે કે સ્થાનિક સ્તરે કાયદાનો અમલ નબળો પડ્યો છે. વધુમાં, રોહિશાળા ગામ જેવા ગ્રામીણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન થતી ચોરીની ઘટનાઓને કારણે ખેડૂતો અને ગ્રામજનોમાં અસુરક્ષાની ભાવના જોવા મળી રહી છે.કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મોરબી પોલીસ માત્ર બે-પાંચ લીટર દેશી દારૂના કેસ કરી સંતોષ માની લે છે. જ્યારે વાસ્તવિક રીતે દરરોજ ૨૫,૦૦૦ લીટરથી વધુ દારૂનું વેચાણ થાય છે. ત્રણ દિવસ પહેલા બનેલા હત્યાના બનાવ બાદ રાત્રી પેટ્રોલીંગ શરૂ કરવા માટેની માંગણી કરવામાં આવી છે. શહેરી અને ઔદ્યોગિક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની સખત જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. મોરબી એક મોટું ઔદ્યોગિક હબ હોવાથી, અહીંની શાંતિ અને સુરક્ષા સીધી રીતે વેપાર-ઉદ્યોગ અને સામાન્ય જનજીવનને અસર કરે છે.આવેદનમાં કરાયેલ માંગણી● જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે.● ગુનેગારોમાં કાયદાનો ડર પેસે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે.● દારૂ અને જુગારના અડ્ડાઓ પર કાયમી ધોરણે રોક લગાવવામાં આવે.#MorbiUpdate #MorbiNews #Morbi #Congress #Collector #LawAndOrder #CrimeNews #GujaratNews