ગૌમૂત્ર અને ગોબર છે સૂક્ષ્મ જીવાણુઓનો ખજાનો: જીવામૃત અને બીજામૃતના ઉપયોગથી ખેતી ખર્ચમાં થશે ધરખમ ઘટાડોમોરબી: હાલના સમયમાં રાસાયણિક ખેતીના દુષ્પરિણામો સામે આવી રહ્યા છે ત્યારે કુદરતી વાતાવરણ અને નૈસર્ગિક પદ્ધતિ સાથે તાલમેલ મિલાવીને કરવામાં આવતી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સતત વધી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં પણ હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, જેમાં દેશી ગાય પાયાની જરૂરિયાત બની છે. ગાયના ગોબર અને ગૌમૂત્રના ઉપયોગથી જમીન જીવંત બને છે અને ખેતીના ખર્ચમાં મોટો ઘટાડો જોવા મળે છે.ગૌમૂત્ર અને ગોબર: પોષક તત્વોનો અખૂટ ભંડારપ્રાકૃતિક ખેતીમાં ગૌમૂત્ર એ પાકના જીવન ચક્ર માટે જરૂરી તમામ પોષક તત્વો અને હોર્મોન્સ પૂરા પાડે છે. તે જંતુઓ, બેક્ટેરિયા અને વાયરસ સામે કુદરતી રક્ષણ આપે છે. બીજી તરફ, ગાયનું ગોબર સૂક્ષ્મ જીવાણુઓનો મહાસાગર છે. માત્ર એક ગ્રામ ગોબરમાં ૩૦૦ થી ૫૦૦ કરોડ જેટલા સૂક્ષ્મ જીવાણુંઓ હોય છે, જે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને સલ્ફર જેવા તત્વો પૂરા પાડી જમીનને સમૃદ્ધ બનાવે છે.ખર્ચમાં ઘટાડો અને નફામાં વધારોદેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત જેવા ઘટકો બનાવી શકાય છે. આ પદ્ધતિ અપનાવવાથી ખેડૂતોને બજારમાંથી મોંઘા ફર્ટિલાઇઝર કે જંતુનાશકો ખરીદવાની જરૂર રહેતી નથી. પરિણામે ઉત્પાદન ખર્ચ ઘટતા ખેડૂતોની આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય છે. સરકાર પણ ખેડૂતો ખાતર અને જંતુનાશકોના ખર્ચમાંથી મુક્તિ મેળવે તે માટે સતત પ્રયત્નશીલ છે.#Morbi #MorbiUpdate #NaturalFarming #OrganicFarming #Agriculture #Farmers #CowBasedFarming #Jivamrut #GujaratFarming #Nature