પત્ની, માતા-પિતા કે નજીકના સગા-સંબંધીઓના નામે રજૂ થતી બોગસ ભાડાની રસીદો પર ઈનકમ ટેક્સની બાજ નજર: ભાડે આપનાર સાથેનો સંબંધ સ્પષ્ટપણે જાહેર કરવો ફરજિયાત મોરબી: ઈન્કમ ટેક્સ વિભાગે ટેક્સ ચોરી રોકવા માટે ભાડાના ક્લેઈમ (HRA) અંગેના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવેથી નોકરિયાત વર્ગના કરદાતાઓ માટે ખોટી વિગતો આપી ટેક્સ બચાવવો ભારે પડી શકે તેમ છે. જો મકાન માલિક સાથેનો સંબંધ છુપાવવામાં આવશે તો ટેક્સની રકમના 200 ટકા જેટલો માતબર દંડ ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.નવા નિયમોમાં પારદર્શિતા પર ભારઆવકવેરા ધારા 2025 હેઠળ અમલી બનેલા નવા નિયમો મુજબ, ઈન્કમ ટેક્સ વિભાગ હવે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) ના ક્લેઈમ પર બાજ નજર રાખશે. સામાન્ય રીતે ઘણા કર્મચારીઓ પોતાની પત્ની, માતા-પિતા કે નજીકના સગા-સંબંધીઓના નામે બોગસ ભાડાની રસીદો રજૂ કરીને ટેક્સમાં રાહત મેળવતા હોય છે. હવે આવા કિસ્સાઓમાં જો ભાડે આપનાર સાથેનો સંબંધ સ્પષ્ટપણે જાહેર નહીં કરવામાં આવે, તો તેને 'મહત્વપૂર્ણ માહિતી છુપાવવાનું કારસ્તાન' ગણી કાર્યવાહી કરવામાં આવશે.ભૂલ કરી તો ખિસ્સું ખાલી થશે: દંડની જોગવાઈઓજો કોઈ કરદાતા ઈરાદાપૂર્વક ખોટી માહિતી આપે છે અથવા સંબંધ છુપાવે છે, તો તેમની સામે નીચે મુજબના પગલાં લેવાઈ શકે છે: • આવકવેરા ધારા 2025 ની કલમ 439 હેઠળ આ કૃત્યને કરચોરી ગણવામાં આવશે. • જે રકમ પર ટેક્સ લાગતો હોય તેના પર 200 ટકા જેટલો દંડ વસૂલવામાં આવશે. • જો ભાડાનું પેમેન્ટ ચેક કે ડિજિટલ માધ્યમથી નહીં હોય, તો પણ શંકાના આધારે તપાસ થઈ શકે છે.ફોર્મ 12BA માં વિગતો આપવી ફરજિયાતનવા નિયમો મુજબ કર્મચારીઓએ હવે વધુ પારદર્શિતા રાખવી પડશે: • વર્ષ દરમિયાન કુલ ભાડું 1,00,000 રૂપિયાથી વધુ હોય તો વિગતો આપવી અનિવાર્ય છે. • કર્મચારીએ ફોર્મ 12BA માં 'લેન્ડલોર્ડ સાથેનો સંબંધ' (Relationship with Landlord) સ્પષ્ટ દર્શાવવો પડશે. • મકાન માલિકનું નામ, સરનામું અને PAN કાર્ડની વિગતો પણ આપવી પડશે.શું કહે છે નિષ્ણાતો?ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, માતા-પિતા કે જીવનસાથીને ભાડું ચૂકવવાની મનાઈ નથી, પરંતુ આ વ્યવહાર વાસ્તવિક હોવો જોઈએ. એટલે કે, ખરેખર ભાડું ચૂકવાતું હોવું જોઈએ અને લેન્ડલોર્ડ (મકાન માલિક) એ પોતાની આવકમાં તે રકમ દર્શાવવી જોઈએ. જો ટ્રાન્ઝેક્શન માત્ર કાગળ પર હશે, તો દંડમાંથી બચવું મુશ્કેલ બનશે.#MorbiUpdate #IncomeTax #HRA #TaxRules #Alert #FinancialNews #Penalty #IncomeTaxIndia