અંડરબ્રિજની બંને બાજુ પહોળા ઢાળિયા બનાવવા તેમજ પાણીના નિકાલની વ્યવસ્થા કરવા મામલતદારને રજૂઆત ટંકારા : રાજકોટ-મોરબી સ્ટેટ હાઈવે પર લજાઈ ગામ પાસે બનાવવામાં આવેલ અંડરબ્રિજ અને સર્વિસ રોડના કામો અધૂરા હોવાને કારણે વાહનચાલકો અને ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અંગે આજરોજ ટંકારા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, લજાઈ ગામે બનાવવામાં આવેલ અંડરબ્રિજ ગામના લોકો માટે અવરજવરનો મુખ્ય માર્ગ છે. જોકે, અંડરબ્રિજની બંને બાજુ હાઈવે પર ચડવા અને ઉતરવાના ઢાળિયાના કામ અધૂરા મૂકવામાં આવ્યા છે. હાલમાં આ ઢાળિયા પૂરતા પહોળા ન હોવાથી એકસાથે બે વાહનો પસાર થઈ શકતા નથી, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને અકસ્માતનો ભય રહે છે.આ ઉપરાંત, લજાઈ ગામ બસ સ્ટેન્ડથી ધુનડા તરફ જતો માર્ગ અને રોડની બંને બાજુ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી વરસાદી પાણી ભરાઈ રહે છે, જે માર્ગને વધુ જોખમી બનાવે છે. ગ્રામજનોની સહમતિ સાથે આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે અંડરબ્રિજની બંને બાજુ સમાન અને પહોળા ઢાળિયા બનાવવામાં આવે તેમજ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે.આ રજૂઆત સમયે આમ આદમી પાર્ટીના રાજુભાઈ રૈયાણી, જીતુભાઈ વિઠલાપરા, નરોત્તમ ગોસરા, પ્રકાશભાઈ દુબરીયા, મેહુલભાઈ ગજેરા સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.#MorbiUpdate #Tankara #Lajai #AAP #Memorandum #PublicIssue #RoadSafety #GujaratNews #MorbiNews