મોરબી : માળીયા મિયાણા - જામનગર રોડ પર સરદારનગર ગામ નજીક હાઇવે પર વાહનની રાહ જોઇને ઉભેલા એઝાદભાઈ સલેમાનભાઈ કૈડા રહે.બોડકી તા.માળીયા મિયાણા નામના યુવકને ગત તા.14ના રોજ બપોરના સમયે જીજે - 12 - એઝેડ - 9661 નંબરના ટ્રક ચાલકે હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા અકસ્માતના આ બનાવ અંગે યુવકના માતા રોશનબેને માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.