સંતો-મહંતોની ઉપસ્થિતિમાં ધર્મસભા અને ભોજન પ્રસાદનું આયોજનટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા મંડળ દ્વારા સનાતન સંસ્કૃતિના જાગરણ અર્થે આગામી તારીખ ૧ માર્ચ ૨૦૨૬ ને રવિવારના રોજ વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હડમતિયા મંડળના ટોળ, અમરાપર, જીવાપર, રાજાવડલા, ધ્રુવનગર, લજાઈ, વીરપર, ઘુનડા, સજ્જનપર અને હડમતિયા ગામના સહયોગથી હડમતિયામાં આવેલા રામેશ્વર મેદાન ખાતે રવિવારે સાંજે ૪ થી ૭ કલાક દરમિયાન ભવ્ય હિન્દુ સંમેલન યોજાશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે ૭ વાગ્યે ભોજન મહાપ્રસાદનું આયોજન કરાયું છે.આ ધાર્મિક કાર્યક્રમમાં આશીર્વચન પાઠવવા માટે બગથળા નકલંકધામના સંત દામજી ભગત, મુખ્ય વક્તા તરીકે બોટાદ ભજનાનંદ આશ્રમના સ્વામી આત્માનંદ સરસ્વતીજી મહારાજ અને કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને હડમતિયા નકલંક ધામના મહંત મેહુલદાસજી ખાસ ઉપસ્થિત રહેશે. જ્યારે વિશેષ ઉપસ્થિતિમાં આર.એસ.એસ. સૌરાષ્ટ્ર પ્રાંત સંઘચાલક મુકેશભાઈ મલકાણ હાજરી આપશે.સનાતન ધર્મ અને સંસ્કૃતિના જતન માટે યોજાયેલા આ કાર્યક્રમમાં સહપરિવાર પધારવા માટે હિન્દુ સંમેલન સમિતિ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#MorbiUpdate #Hadmatiya #HinduSammelan #MorbiNews #SanatanDharma