મોરબી: મોરબી જિલ્લા પંચાયતની વર્તમાન ટર્મ પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટને મંજૂરી આપવા તેમજ આગામી વર્ષ માટે બજેટ રજૂ કરવા માટે અંતિમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચાલુ અને આગામી બજેટ તો મંજૂર કરી દેવાયું છે, પરંતુ લોકપ્રશ્નો મામલે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ એક પણ પ્રશ્ન ન પૂછતા અચંભો સર્જાયો છે. બીજી તરફ, ચાલુ વર્ષે આવક કરતા ખર્ચનું પ્રમાણ વધ્યું હોવાનું પણ સામે આવ્યું છે.આવક ઘટી અને ખર્ચમાં તોતિંગ વધારોબજેટની આંકડાકીય વિગતો મુજબ, વર્ષ ૨૦૨૫-૨૬ ની સ્વભંડોળની ખુલતી સિલક ૨૨.૩૯ કરોડ હતી. અગાઉ આવકનો અંદાજ ૧૭.૭૮ કરોડ રાખવામાં આવ્યો હતો, જેની સામે સુધારેલ અંદાજમાં આવક ઘટીને ૧૪.૪૬ કરોડ થઈ ગઈ છે. જ્યારે ખર્ચનો અંદાજ ૨૩.૯૬ કરોડથી વધીને ૨૯.૨૯ કરોડ સુધી પહોંચી ગયો છે, જેનાથી જિલ્લા પંચાયતની તિજોરી પર બોજ વધ્યો છે.છેલ્લી સભામાં લોકપ્રશ્નોની બાદબાકી!આગામી ૧૫ તારીખે જિલ્લા પંચાયતની મુદત પૂરી થઈ રહી હોવાથી આ છેલ્લી બેઠક હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત ૨૪ માંથી ૧૬ સભ્યો હાજર રહ્યા હતા. નવાઈની વાત એ છે કે, સામાન્ય સભામાં પ્રશ્નોત્તરીનો સમય હોવા છતાં એક પણ સદસ્યએ કોઈ પ્રસ્તાવ રજૂ કર્યો નહોતો કે પ્રશ્ન પૂછ્યો નહોતો. DDO દ્વારા પાંચ વર્ષના સાથ-સહકાર બદલ સભ્યોનો આભાર માનવામાં આવ્યો હતો.પ્રમુખના બંગલાનું નવું બાંધકામ અને જેટિંગ મશીન મંજૂરLE કોલેજ રોડ પર આવેલ પ્રમુખના રાજાશાહી સમયના નિવાસસ્થાનને તોડીને હવે નવું બાંધકામ કરવાની જોગવાઈને મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત, લાંબા સમયથી પડતર એવી ૪૩ લાખના જેટિંગ મશીનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ લીલાપરથી વીરપર સુધીના રસ્તાનું નામકરણ 'ઓ. આર. પટેલ' કરવામાં આવ્યું છે.લુણસરના બે વૃદ્ધોની સૂઝબૂઝથી પંચાયતના કરોડો રૂપિયા બચ્યાજિલ્લાના ૨૬૨ ગામોમાં સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે ખાટલાની ખરીદી માટે અગાઉ ૧.૪૪ કરોડનો ખર્ચ અંદાજાયો હતો (એક ખાટલાના ૫૫ હજાર લેખે). જોકે, લુણસર ગામના જસમતભાઈ મગનભાઈ વસયાણી અને અંબારામભાઈ નાનજીભાઈ વસયાણીએ જેડા (JEDA) માંથી મંજૂરી અપાવી આ જ ખાટલો માત્ર ૧,૦૦૦ રૂપિયામાં તૈયાર કરાવી આપ્યો હતો. પરિણામે, ૧.૪૪ કરોડનો ખર્ચ માત્ર ૨.૬૨ લાખમાં જ પૂર્ણ થયો હતો. આ ઉમદા કામગીરી બદલ બંને વૃદ્ધોનું સન્માન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં પ્રમુખ હંસાબેન પારેધી, ઉપપ્રમુખ હીરાલાલ ટમારિયા, DDO એન. એસ. ગઢવી, ડેપ્યુટી DDO ભટ્ટ અને કારોબારી સમિતિના ચેરમેન સહિતના હોદ્દેદારો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiDistrictPanchayat #Budget2026 #Lunsar #GujaratNews #LocalNews #PanchayatElection