મોરબી : પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026 અંતર્ગત રંગશારદા સભાગૃહ બાંદ્રા, મુંબઈ ખાતે ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ ક્ષેત્રની કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં પૂર્વ મંત્રી અને મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની પ્રદેશ વક્તા તરીકે પસંદગી થઈ હતી જેથી તેઓએ આ કાર્યશાળામાં ઉપસ્થિત રહી સંગઠનાત્મક માર્ગદર્શન મેળવ્યું હતું.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શિવપ્રકાશ, રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ, ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર, વી.સતીશ, વર્ગ ઇન્ચાર્જ કે.સી. પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.