ટંકારા તાલુકા પંચાયતના દંડક સલીમભાઈ અબ્રાણીનું અવસાન, બુધવારે ઝિયારતટંકારા: ટંકારા તાલુકા પંચાયતના અમરાપર (ટોળ) બેઠકના સદસ્ય, તાલુકા પંચાયતના દંડક અને મુસ્લિમ અગ્રણી સલીમભાઈ હાસમભાઈ અબ્રાણીનું તારીખ ૨૩/૦૨/૨૦૨૬ ને સોમવારના રોજ અવસાન થયું છે. તેમના અવસાનથી ટંકારા પંથકમાં અને મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. સલીમભાઈ લાંબા સમયથી જાહેર જીવન અને રાજકારણમાં સક્રિય હતા અને લોકોના પ્રશ્નો ઉકેલવા માટે સતત કાર્યરત રહેતા હતા. ઝિયારત (બેસણું) તારીખ ૨૫/૦૨/૨૦૨૬ ને બુધવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે પુરુષો માટે જુમ્મા મસ્જિદ, ટંકારા અનેમહિલાઓ માટે મરહુમ સલીમભાઈના નિવાસસ્થાને મોરબી નાકાની બાજુમાં, હોસ્પિટલ રોડ, ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે.મોરબી નિવાસી રંજનબેન જેઠાલાલ ભોજાણીનું અવસાન, શુક્રવારે બેસણું અને પ્રાર્થના સભા મોરબી: મોરબી નિવાસી રંજનબેન જેઠાલાલ ભોજાણી (ઉંમર વર્ષ 75) તેઓ જેઠાલાલ જેઠાલાલ ભોજાણીના પત્ની તેમજ ધર્મેશભાઈ, ગોપાલભાઈ, હેતલબેન હિરેનકુમાર પાંઉ અને કાજલબેન અરુણકુમાર બુદ્ધદેવના માતાનું તથા સુરેશભાઈ છોટાલાલ ભોજાણીના ભાભી તથા ધ્રોલ નિવાસી સ્વ. મોહનલાલ ગણાત્રાના પુત્રીનું તારીખ 24/02/2026 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું અને પ્રાર્થના સભા તારીખ 27/02/2026 ને શુક્રવારના રોજ સાંજે 04 થી 05 કલાકે જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે.