મોરબી : મોરબીની પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓ માટે કોલેજ મેનેજમેન્ટ દ્વારા આજ રોજ 24 ફેબ્રુઆરીના રોજ ફ્રી થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન રાજકોટ LIFE સંસ્થાના સહયોગથી પી. જી. પટેલ કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે 100 % ફ્રી થેલેસેમીયા ટેસ્ટ કરવામાં આવ્યું હતું.આ આયોજનમાં કોલેજના તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ પોતાનો થેલેસેમીયા ટેસ્ટ કરાવ્યો હતો. આ તકે કોલેજના ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજા અને જતિનભાઈ અદ્રોજાએ LIFE સંસ્થામાંથી આવેલ સ્ટાફનો આભાર વ્યક્ત કરેલ હતો.#MorbiUpdate #MorbiNews #Morbi #thalassaemia #camp #freecamp #pgpatelcollege