મોરબી : ધરમપુર પુલ પાસે આવેલા નાલામાં સતત બીજી વખત કાર ખાબકવાની ઘટના બની છે. ડ્રાઇવરે વળાંક લેતા પુલ પર રેલિંગ ન હોવાથી કાબુ ગુમાવતા કાર નાલામાં ગરકાવ થઈ હતી. મળતી વિગત અનુસાર એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત એ પણ ઉલ્લેખનીય છે કે આ નાલા પર આડસ ન હોવાથી આવી ઘટના સતત બીજી વખત બની છે. ત્યારે પુલ પર દિવાલ અથવા રેલિંગ લગાવવા માગ ઉઠી છે.