મોરબી : ગુજરાત સરકારના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન થતા સોમવારે ઉમા ટાઉનશીપ ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીદસર મહિલા સમિતિ મોરબી અને પંચમુખી ગરબા મંડળ દ્વારા હવન અને આનંદના ગરબાનું આયોજન કરી કાંતિભાઈ અમૃતિયાના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીની ઉમા ટાઉનશીપમાં આવેલ ઉમિયા માતાજીના મંદિરે સીદસર મહિલા સમિતિ મોરબી દ્વારા કાંતિભાઈ અમૃતિયાની તંદુરસ્તી માટે ખાસ આનંદનો ગરબો અને યજ્ઞનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પંચમુખી ગરબા મંડળના બહેનો દ્વારા ભક્તિભાવ પૂર્વક આનંદનો ગરબો ગાવામાં આવ્યો હતો.મહિલા સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે, જ્યારે આપણે કોઈને પ્રત્યક્ષ મદદ કરવા અસમર્થ હોઈએ ત્યારે પ્રાર્થના એ સૌથી શક્તિશાળી માધ્યમ છે. સાચા અને શુદ્ધ ભાવથી કરેલી પ્રાર્થના અશક્યને પણ શક્ય બનાવે છે. કાંતિભાઈ અમૃતિયા હંમેશા સેવાકાર્યોમાં અગ્રેસર રહ્યા છે, ત્યારે તેમના ઓપરેશન બાદ તેઓ ઝડપથી સ્વસ્થ થઈ ફરી જનસેવામાં કાર્યરત થાય તેવા શુભ આશય સાથે ઉમા ટાઉનશીપ અને મહિલા સમિતિના બહેનોએ બહોળી સંખ્યામાં હાજર રહી હવનમાં આહુતિ આપી હતી અને માતાજી પાસે તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી.#MorbiUpdate #MorbiNews #KantibhaiAmrutiya #UmaTownship #UmiyaDham #Prayer #SocialService