સફાઈ કામગીરી નિયમિત અને સુવ્યવસ્થિત કરવા નાયબ કમિશનરની તાકીદ: આગામી સમયમાં કાર્યવાહી વધુ આક્રમક કરવાની ચેતવણી મોરબી: મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે અને પર્યાવરણને નુકસાન કરતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ થાય તે હેતુથી નાયબ કમિશનર દ્વારા કલસ્ટર-6 ના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર 12 વેપારીઓ પાસેથી કુલ 9,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.વિવિધ વિસ્તારોમાં સાઇટ વિઝિટ કરાઈ નાયબ કમિશનર (પ્રો.) સંજયકુમાર સોનીએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કર્મચારીઓ સાથે કલસ્ટર-6 ના વિસ્તારો જેવા કે ગઢની રાંગ, રામઘાટ, મહિલા પોલીસ સ્ટેશન, લીલાપર મેઇન રોડ અને વજેપર શેરી નં. 18 પાસે સાઇટ વિઝિટ કરી હતી. તેમણે ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનના પોઈન્ટ્સનું નિરીક્ષણ કરી સફાઈ કામગીરી નિયમિત અને સુવ્યવસ્થિત રીતે થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.વેપારીઓને તાકીદ: પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરોનગર દરવાજા અને શાક માર્કેટ જેવા શહેરના હાર્દ સમાન વિસ્તારોમાં નાયબ કમિશનર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધ્યક્ષ અનુરાગભાઈ સંતોકી દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. પાલિકાની ટીમે સિંગલ યુઝ પ્લાસ્ટિક રાખતા વેપારીઓ સામે કાર્યવાહી કરી હતી. આગામી સમયમાં આ ઝુંબેશ વધુ આક્રમક બનાવવામાં આવશે તેવી ચેતવણી પણ વેપારીઓ અને લારી-ગલ્લા ધારકોને આપવામાં આવી છે.પાલિકા કચેરીમાં તૈયાર થયું 2 ટન ઓર્ગેનિક ખાતરમોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ગાંધીચોક ખાતે છેલ્લા 3 મહિનાથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કંપોસ્ટિંગ ખાતર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી. જે અંતર્ગત અંદાજિત 2 ટન જેટલું કંપોસ્ટિંગ ખાતર તૈયાર કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે 60,000 રૂપિયા થાય છે. આ ખાતરનો ઉપયોગ પાલિકા દ્વારા કરવામાં આવતા વૃક્ષારોપણ અને બગીચાઓના જતનમાં કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiNagarpalika #SwachhMorbi #PlasticBan #SanjaySoni #SolidWasteManagement #CleanCity #MorbiNews #Gujarat