મોરબી : મોરબી તાલુકાના આંદરણા અને માળીયા મિયાણા શહેરમાં પોલીસે અલગ અલગ બે દરોડામાં બે શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે આંદરણા ગામે ગુરુરામ દુકાન પાસેથી આરોપી નિતેશભાઈ બાલુભાઈ ગળધરિયા રહે.આંદરણા ગામ વાળાને વિદેશી દારૂની 180 મીલી માપની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે શહેરની તાલુકા શાળા પાસેથી આરોપી ધરમભાઈ પ્રભાતભાઈ અવાડિયા રહે.અર્જુનનગર તા.માળીયા વાળાને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 4 બોટલ કિંમત રૂપિયા 5800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.