મોરબી : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મોરબી જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓ સંદર્ભે બેઠકોની ફાળવણી અને અનામત (રોસ્ટર) પ્રથાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આ જાહેરનામા સાથે જ મોરબી જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો માટે આ લિસ્ટ ખૂબ જ મહત્વનું છે, કારણ કે આના આધારે જ નક્કી થશે કે કઈ બેઠક પરથી કયા વર્ગના ઉમેદવાર ચૂંટણી લડી શકશે.ગાંધીનગર સ્થિત રાજ્ય ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલની સહીથી બહાર પાડવામાં આવેલી 'અનુસૂચિ-૧' મુજબ મોરબી જિલ્લા પંચાયતની કુલ ૨૪ બેઠકોની ફાળવણી નીચે મુજબ કરવામાં આવી છે.જિલ્લા પંચાયત બેઠકોની વિગત અને ફાળવવામાં આવેલ બેઠકનો પ્રકાર ૧.આમરણ (મોરબી) - સામાન્ય સ્ત્રી૨. બગથળા (મોરબી) - બિનઅનામત સામાન્ય૩. ચંદ્રપુર (વાંકાનેર) - સામાન્ય સ્ત્રી૪. ચરાડવા (હળવદ) - બિનઅનામત સામાન્ય૫. ઢુવા (વાંકાનેર) - સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી૬. ઘનશ્યામપુર (હળવદ) - સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી૭. ઘુંટુ (મોરબી) - સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી૮. જાંબુડિયા (મોરબી) - અનુસૂચિત જાતિ સ્ત્રી૯. જેતપર (મોરબી) - સા.શૈ.પછાતવર્ગ૧૦. ખાખરેચી (માળીયા મી.) - સા.શૈ.પછાતવર્ગ૧૧. ખાનપર (મોરબી) - સા.શૈ.પછાતવર્ગ૧૨. કોઠી (વાંકાનેર) - સામાન્ય સ્ત્રી૧૩. લજાઈ (ટંકારા) - અનુસૂચિત જાતિ૧૪. લુણસર (વાંકાનેર) - બિનઅનામત સામાન્ય૧૫. મહિકા (વાંકાનેર) - સામાન્ય સ્ત્રી૧૬. માથક (હળવદ) - સામાન્ય સ્ત્રી૧૭. મોટા દહીંસરા (માળીયા મી.) - બિનઅનામત સામાન્ય૧૮. નેકનામ (ટંકારા) - અનુસૂચિત આદિજાતિ૧૯. ઓટાળા (ટંકારા) - સામાન્ય સ્ત્રી૨૦. પંચાસીયા (વાંકાનેર) - બિનઅનામત સામાન્ય૨૧. સાપકડા (હળવદ) - સામાન્ય સ્ત્રી૨૨. સરવડ (માળીયા મી.) - સામાન્ય સ્ત્રી૨૩. ટીકર (રણ) (હળવદ) - બિનઅનામત સામાન્ય૨૪. તિથવા (વાંકાનેર) - બિનઅનામત સામાન્યઆ રોસ્ટર જાહેર થતાં જ હવે રાજકીય પક્ષોએ અને દાવેદારોએ પોતપોતાના મતવિસ્તાર મુજબ ચૂંટણીલક્ષી ગણિત માંડવાનું અને તૈયારીઓ કરવાનું શરૂ કરી દીધું છે.