ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રીને કરી લેખિત રજૂઆતમોરબી: મોરબીના શનાળા રોડ જેવા પોશ વિસ્તારમાં બનેલી લોહિયાળ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. સામાન્ય હોર્ન વગાડવાની બાબતે સગીર વયના શખ્સો દ્વારા એક નિર્દોષ સોની યુવાનની કરપીણ હત્યા કરી નાખવામાં આવતા લોકરોષ ફાટી નીકળ્યો છે. આ ગંભીર મુદ્દે હવે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી કાયદામાં કડક સુધારા કરવાની માંગ કરી છે.શું નિર્દોષની હત્યા કરનાર 'સગીર' હોવાથી છૂટી જશે?કે.ડી. બાવરવાએ પત્રમાં વેધક સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે, આરોપીઓ સગીર હોવાથી તેમને કાયદો કડક સજા કરી શકતો નથી તેવી ચર્ચાઓ જનતામાં થઈ રહી છે. પરંતુ સવાલ એ છે કે, શું સાઈડ માંગવા માટે હોર્ન વગાડવું એ કોઈ ગુનો છે? જો સગીરો આવી ગંભીર હિંસા કરીને કાયદાની છટકબારીનો લાભ લેશે, તો ભવિષ્યમાં ગુનાખોરી બેફામ બનશે.૧૧ માસની બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવીઆ ઘટનાની સૌથી કરુણતા એ છે કે મૃતક યુવાનને માત્ર ૧૧ માસની માસૂમ દીકરી છે. પિતાના પ્રેમથી વંચિત રહેલી આ બાળકી અને વિધવા થયેલી માતાને ન્યાય કોણ અપાવશે? શું સગીર હોવાની આડમાં ગુનેગારોને મોકળું મેદાન મળી જશે? તેવા સવાલો સાથે તંત્ર અને સમાજની ચુપકીદી પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવ્યું છે.નિર્ભયા કાંડની જેમ કાયદામાં સુધારો કરવાની માંગઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનની મુખ્ય માંગણીઓ:• કાયદામાં સુધારો: જે રીતે નિર્ભયા કાંડ બાદ કાયદામાં ફેરફાર થયો, તેમ સગીરો દ્વારા થતા ગંભીર ગુનાઓમાં તેમને પુખ્ત વયના ગણી કડક સજા થવી જોઈએ.• કડક સજા: આવા કૃત્ય કરનાર સગીર હોય તો પણ તેને કાયદાનો ડર લાગે તેવી જોગવાઈ કરવી.• આંદોલનની ચીમકી: જો સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરે, તો મોરબીના ઘરે-ઘરે જઈને આ માંગણી માટે મોટી મુહિમ ચલાવવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.જો સરકાર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો મોરબીમાં ઘરે ઘરેથી આવી માગણી કરવામાં આવશે તેમ રજૂઆતમાં જણાવાયું છે.