મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 23 ફેબ્રુઆરી ને સોમવારના રોજ વિવિધ જણસી અને શાકભાજીની આવક થવા પામી છે. જેમાં આજે 559 ક્વિન્ટલ એટલે કે 2795 મણ તુવેરની આવક થઈ છે. તુવેરના સૌથી ઉંચા ભાવ 1557 રૂપિયા સુધી બોલાયા છે. તો આ તરફ 415 ક્વિન્ટલ 2075 મણ કપાસની આવક થઈ છે અને કપાસના ભાવ પ્રતિમણના રૂ. 1621 સુધી બોલાયા છે.તો 209 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ 541 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે તલના 1844, મગફળીના 1454, રાયડાના 1196, જીરુંના 4260, બાજરાના 500, જુવારના 875, ધાણાના 1443, અડદના 1570, ચણાના 1042, એરંડાના 1256, કાળા તલના 3585 અને સોયાબીનના 985 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. આ ઉપરાંત શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 700, રીંગણાના 600, કારેલાના 700, ગુવારના 2000, ભીંડાના 800, ટમેટાના 300, કોબીજના 160, કાકડીના 500, લીંબુના 1500, દુધીના 200 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.