હજુ ૮ થી ૧૦ દિવસ સુધી મુંબઈની હોસ્પિટલમાં જ દાખલ રહેશે, ત્યારબાદ ૧૫ દિવસથી લઈને એક મહિના સુધી તેઓ મુંબઈ ખાતે જ રોકાઈને આરામ કરશેમોરબી : મંત્રી કાંતિલાલ અમૃતિયાના અન્નનળીના કેન્સરનું મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલ ખાતે પરમદિવસે સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મુંબઈની હોસ્પિટલમાં આશરે ૫ કલાક સુધી આ સર્જરી ચાલી હતી, જે સંપૂર્ણપણે સફળ રહી છે.ભાજપના સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર ઓપરેશન બાદ કાંતિલાલ અમૃતિયાના સ્વાસ્થ્યમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. અગાઉ તેમને બોલવામાં જે તકલીફ પડતી હતી તે હવે દૂર થઈ ગઈ છે અને તેમનો અવાજ બિલકુલ નોર્મલ થઈ ગયો છે. તેઓ વ્હીલચેરમાં બેસીને સહજતાથી વાતચીત પણ કરી રહ્યા છે. તેઓને હજુ ૮ થી ૧૦ દિવસ સુધી મુંબઈની હોસ્પિટલમાં જ રાખવામાં આવશે. ત્યારબાદ ૧૫ દિવસથી લઈને એક મહિના સુધી તેઓ મુંબઈ ખાતે જ રોકાઈને સંપૂર્ણ આરામ કરશે.કાંતિલાલ અમૃતિયાના ઓપરેશનની સફળતાના સમાચાર મળતા જ તેમના સમર્થકોએ રાહતનો શ્વાસ લીધો છે અને તેઓ ઝડપથી સંપૂર્ણ સ્વસ્થ થઈ મોરબી પરત ફરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.#Morbi #KantilalAmrutiya #MorbiNews #MorbiUpdate #HealthUpdate #GujaratNews