માળિયા (મિયાણા) : માળીયા મિયાણાની સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આજે 23 ફેબ્રુઆરીના રોજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક સફરના એક મહત્વપૂર્ણ પડાવ પર પહોંચેલા વિદ્યાર્થીઓને રમતગમત, સન્માન અને આશીર્વચન સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી.પ્રાર્થના અને સ્મૃતિ પ્રારંભકાર્યક્રમની શરૂઆત શ્રદ્ધાપૂર્વક સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ તકે વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનની ક્ષણોને કાયમી યાદગાર બનાવવા માટે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો સમૂહ ફોટો લેવામાં આવ્યો હતો.રમતોત્સવ અને સ્વાદિષ્ટ નાસ્તોપ્રથમ સેશનમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ભરવા માટે સંગીત ખુરશી, પાસીંગ બોલ, જજમેન્ટ ગેમ અને રસ્સા ખેંચ જેવી વિવિધ રમતોનું આયોજન કરાયું હતું. વિજેતાઓને પેન આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે માળીયા પોલીસ સ્ટેશનના માર્ગદર્શક પોલીસ કોન્સ્ટેબલ નવઘણભાઈ દ્વારા વિદ્યાર્થીઓને સમોસા અને છાસનો નાસ્તો કરાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માનશાળાના બીજા સેશનમાં શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા હતા: • બેસ્ટ નોટબુક: દરેક વિષયમાં ઉત્તમ નોટબુક બનાવનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓનું સન્માન. • સાંસ્કૃતિક પ્રદાન: રાષ્ટ્રીય પર્વો પર પિરામિડ, નાટક અને દેશભક્તિ ગીત રજૂ કરનાર 45 વિદ્યાર્થીઓને દાતાઓ તરફથી ફોલ્ડર ફાઇલ અને પેડની ભેટ અપાઈ. • યાદગાર ભેટ: વિદ્યાર્થીઓએ કૃતજ્ઞતાના પ્રતીક રૂપે શાળાને સરસ્વતી માતાની મૂર્તિ અર્પણ કરી હતી.બોર્ડ પરીક્ષા માટે 'સ્પેશિયલ કિટ' અને શુભકામનામાર્ચ-2026ની બોર્ડ પરીક્ષામાં બેસનાર કુલ 87 વિદ્યાર્થીઓને SPC-માળીયા, PHC-ખાખરેચી અને SBI-ખાખરેચી તરફથી બોલપેનો ભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આચાર્ય મેહુલભાઈ ભોરણીયાએ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રેરણા પૂરી પાડી હતી. તેમજ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ભાવુક વિદાયસમગ્ર વર્ષ દરમિયાનની પ્રવૃત્તિઓના વીડિયો નિહાળી વિદ્યાર્થીઓ ભાવવિભોર થયા હતા. અંતમાં વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા અને શિક્ષકોના આશીર્વાદ લઈ નવા ભવિષ્ય તરફ ડગ માંડ્યા હતા.