મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગતના BLC (બેનીફીશીયરી લેડ કન્ટ્રકશન) ઘટક હેઠળ નવી અરજીઓ સ્વીકારવા માટે એક વિશેષ રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાત્રી સભાનો મુખ્ય ઉદ્દેશ્ય આવાસ વિહોણા લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળવાપાત્ર લાભોથી માહિતગાર કરવાનો છે. આ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના આવાસ વિભાગ દ્વારા PMAY(U) 2.0 અંતર્ગત કોને અને કેવી રીતે લાભ મળી શકે છે, તેની વિસ્તૃત માહિતી આપવામાં આવશે.યોજનાની મુખ્ય વિશેષતાઓ:● આ યોજના હેઠળ લાભાર્થીઓને 30 થી 45 ચોરસ મીટરના કાર્પેટ એરિયામાં તમામ ઋતુને અનુકૂળ પાકું મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે. ● આ પાકા મકાનોમાં સરળ જીવનનિર્વાહ માટે પાણી, વીજળી અને અન્ય પાયાની સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે.રાત્રી સભાની વિગતો:● તારીખ અને વાર: ૨૪/૦૨/૨૦૨૬, મંગળવાર● સમય: રાત્રીના ૦૭:૦૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધી● સ્થળ: મોરબી મહાનગરપાલિકાની ક્લસ્ટર-૭ ની કચેરી (જૂનું વિશ્વકર્મા બાલમંદિર), વાંકાનેર દરવાજા પાસે, મોરબીપોતાના સપનાના નવા ઘરનું બાંધકામ કરવા ઈચ્છુક તમામ આવાસ વિહોણા નાગરિકોને આ રાત્રી સભામાં ખાસ ઉપસ્થિત રહેવા માટે મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.