અંદર બેઠેલા લોકોને સામાન્ય ઇજા : મોટી દુર્ઘટના સહેજમાં ટળીમોરબી : મોરબીના સ્ટેશન રોડ ઉપર સુરજબાગ પાસે આજે સાંજના અરસામાં રોડ ઉપર એક વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે. સદનસીબે મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર સુરજબાગ પાસે આવેલ વૃક્ષ કોઈ કારણોસર ઓચિંતું રોડ ઉપર પડ્યું હતું. આ વેળાએ એક પેસેન્જર રીક્ષા ત્યાંથી પસાર થઈ રહી હતી. તેની માથે જ આ વૃક્ષ પડ્યું હતું. આ રિક્ષાનો બુકડો બોલી ગયો છે. જો કે સદનસીબે અંદર બેઠેલા એક-બે લોકોને સામાન્ય પહોંચી હતી. આ વૃક્ષ પડતા જ લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા અને રિક્ષામાં બેઠેલા લોકોને બહાર કાઢ્યા હતા. મોટી દુર્ઘટના સર્જાતા સહેજમા ટળી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ મહાપાલિકા દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.વૃક્ષ ધરસાઈ થતા ટ્રાફિકજામ થયો હતો. ટ્રાફિક પીએસઆઇ ડી.બી. ઠક્કર સહિતનો સ્ટાફ ટ્રાફિક ક્લિયર કરવામાં લાગ્યો હતો