મોરબી : આ વખતે હોળી ક્યારે ઉજવવી? હોળીના ગ્રહણકાળનું મહત્વ શું છે એ પણ આપણે જાણીએ આ લેખ શાસ્ત્ર સંમત છે. હોળી આવે એટલે આપણે બધાને એમ થાય કે હોળી ક્યારે પ્રગટાવી અને ક્યારે હોળી કરવી જેમ શોલે પિક્ચરના ગબ્બર પૂછે હોલી કબ હે ??? હોલી કબ હે ??? આપણે પણ આ વખતે આવી જ પરિસ્થિતિ છે.સં.૨૦૮૨ ને ફાગણ સુદ પૂર્ણિમા તા.૨/૩/૨૬ સોમવારના સાંજે ૫:૫૫ થી પૂર્ણિમા (પૂનમ) બેસે છે. મધા નક્ષત્ર સુકર્મા યોગ વિષ્ટિ ભદ્રા પણ છે. જેથી ભદ્રામાં હોલિકા દહન કરવું શાસ્ત્ર વિરુદ્ધ છે જે પ્રમાણभद्रायां द्वे न कर्त्तव्ये श्रावणी फाल्गुनी तथा।श्रावणी नृपतिं हन्ति ग्रामं दहति फाल्गुनी॥ભદ્રા કાળમાં બે કાર્યો ક્યારેય ન કરવા જોઈએ — શ્રાવણી (રક્ષાબંધન) અને ફાલ્ગુની (હોળિકા દહન). જો ભદ્રામાં રક્ષાબંધન કરવામાં આવે તો રાજા (નેતૃત્વ)નો નાશ થાય છે અને જો ભદ્રામાં હોળી પ્રગટાવવામાં આવે તો દેશમાં અનિષ્ટ અને અગ્નિનો ભય વધે છે.પ્રદોષ વ્યાપિની પૂર્ણિમા'વરાહ પુરાણ' અને 'ભવિષ્ય પુરાણ' અનુસાર, હોળિકા દહન સદૈવ પ્રદોષ કાળમાં જ શાસ્ત્ર સંમત છે.सा प्रदोषव्यापिनी ग्राह्या।નિયમ: હોળિકા દહન માટે પ્રદોષ કાળ વ્યાપિની પૂર્ણિમા લેવી જોઈએ. જો પૂર્ણિમા બે દિવસ પ્રદોષ કાળને સ્પર્શ કરતી હોય, તો પહેલા દિવસે જ હોળિકા દહન કરવું શાસ્ત્રોચિત છે.પ્રદોષ કાળ પ્રારંભ: ૨/૩/૨૬ ના સોમવારે સાંજે ૬:૫૦ કલાકેસમાપ્તિ: ૨/૩/૨૬ સોમવારે રાત્રે ૮:૨૬ કલાકે૩ માર્ચ ૨૦૨૬ના રોજ પ્રદોષ કાળ પૂર્ણિમાની સાથે નથી. પંચાંગ અને શાસ્ત્રીય ગણતરી અનુસાર, ૩ માર્ચના રોજ પ્રદોષ કાળ શરૂ થાય તે પહેલાં જ પૂર્ણિમા તિથિ સમાપ્ત થઈ જાય છે. તેનું જ્યોતિષીય ગણિત નીચે મુજબ છે.પૂર્ણિમા તિથિનો અંત: ૩ માર્ચ, ૨૦૨૬ ના રોજ સાંજે ૦૫:૦૭ કલાકે ફાગણ સુદ પૂર્ણિમા તિથિ સમાપ્ત થઈ જશે.પ્રદોષ કાળનો સમય: મોરબીમાં સૂર્યાસ્ત સાંજે અંદાજે ૬:૫૦ કલાકે થશે, એટલે કે પ્રદોષ કાળ સાંજે ૬:૫૦ કલાકે શરૂ થશે.શાસ્ત્રીય તારણજ્યારે ૩ માર્ચે સાંજે પ્રદોષ કાળ શરૂ થશે, ત્યારે પૂર્ણિમા પૂરી થઈ ચૂકી હશે અને ફાગણ માસના કૃષ્ણ પક્ષની પ્રતિપદા (પડવો) તિથિ લાગી ગઈ હશે.આથી જ, હોળિકા દહનના નિયમ 'પ્રદોષ વ્યાપિની પૂર્ણિમા' ના આધારે, પ્રદોષ કાળ અને પૂર્ણિમાનો સાચો સંયોગ ૨ માર્ચ ૨૦૨૬ ના રોજ જ બની રહ્યો છે. કારણ કે ૨ માર્ચે સાંજે અંદાજે ૦૫:૫૫ કલાકે પૂર્ણિમા બેસી જાય છે અને સૂર્યાસ્ત (પ્રદોષ કાળ) સમયે પૂર્ણિમા અસ્તિત્વમાં રહે છે.ભદ્રા મુખ અને પુચ્છ વિચાર (વિશેષ પરિસ્થિતિ)શાસ્ત્રોમાં ભદ્રાના બે મુખ્ય ભાગોનો વિચાર કરવામાં આવ્યો છે: 'ભદ્રા મુખ' અને 'ભદ્રા પુચ્છ'.ભદ્રા પુચ્છ (સ્વીકૃત): જો કોઈ વિશેષ પરિસ્થિતિમાં ભદ્રા ટાળવી અશક્ય હોય અને હોળિકા દહનના દિવસે પ્રદોષ કાળમાં ભદ્રા વ્યાપ્ત હોય, તો મુહૂર્ત ચિંતામણિ અનુસાર 'ભદ્રા પુચ્છ' (ભદ્રાના અંતિમ ભાગ) માં હોળિકા દહન કરી શકાય છે.ભદ્રા મુખ (સર્વથા વર્જિત): પરંતુ, 'ભદ્રા મુખ' (ભદ્રાના પ્રારંભિક ભાગ) માં હોળિકા દહન ક્યારેય ન કરવું જોઈએ. ભદ્રા મુખમાં કાર્ય કરવાથી કાર્યનો અને કર્તાનો સંપૂર્ણ નાશ થાય છે અને ભારે અનિષ્ટની સંભાવના રહે છે. તેથી મુહૂર્ત જોતી વખતે ભદ્રા પુચ્છનો સમય કાઢવો અત્યંત આવશ્યક છે.ભદ્રા પૂંછ : 01:25 એ.એમ. થી 02:35 એ.એમ., માર્ચ 03ભદ્રા મુખ : 02:35 એ.એમ. થી 04:30 એ.એમ., માર્ચ 03ભદ્રા ગ્રીવા : 04:30 એ.એમ. થી 04:53 એ.એમ., માર્ચ 03ભદ્રા વક્ષ : 04:53 એ.એમ. થી 05:28 એ.એમ., માર્ચ 03એટલે કે આ મુજબ આપણે હોળી ૨/૩/૨૬ ને સોમવારહોલિકા દહન સમયસાંજે ૭:૪૫ કલાકે. સાંજે અને ૩/૩/૨૬ ને મંગળવારે પરોઢે ૧:૨૫ (સવારે) પછી કરવી શુભ રહે. હવે વાત રહી ધૂળેટીની તો ધુળેટી મનાવવા માટે ખાસ કરીને ઉત્તર પ્રદેશ બિહાર જેવા પ્રદેશોમાં નવું વર્ષ એ લોકો ગ્રાહ્ય કરે છે અને એ લોકો નવું વર્ષ મનાવે છે એટલા માટે નવા વર્ષમાં ગ્રહણકાળનો કે ગ્રહણના દિવસનો સ્પર્શ ન હોય એવો દિવસ ગ્રાહ્ય કરવો શાસ્ત્ર સંમત છે એટલે ત્યાંના લોકો ૪/૩/૨૬ ને હોળી મનાવવાના છે.જે ક્ષેત્રમાં ગ્રહણ પડે છે એ લોકોએ ગ્રહણનું પૂર્ણ પાલન કરવું પડે. ગુજરાત માટે ગ્રહણકાળ માન્ય રહે કે ન રહે એની શાસ્ત્ર સમજ3/3/26 ના મંગળવારે ગ્રહણકાલચંદ્રગ્રહણનું સંપૂર્ણ ગણિત (સમયપત્રક):ગ્રહણ સ્પર્શ (પ્રચ્છાયા / ખંડગ્રાસ પ્રારંભ): બપોરે ૦૩:૨૧ કલાકેખગ્રાસ પ્રારંભ (સંપૂર્ણ ગ્રહણ શરૂ): સાંજે ૦૪:૩૫ કલાકેગ્રહણ મધ્ય (પરમગ્રાસ કાળ): સાંજે ૦૫:૦૪ કલાકેખગ્રાસ સમાપ્તિ: સાંજે ૦૫:૩૩ કલાકેગ્રહણ મોક્ષ (પ્રચ્છાયા / ખંડગ્રાસ સમાપ્તિ): સાંજે ૦૬:૪૬ કલાકેમોરબીમાં ચંદ્રોદયનો સમય: સાંજે ૦૬:૫૫ કલાકેખગોળીય ગણતરી અને પંચાંગ મુજબ ૩ માર્ચ ૨૦૨૬ ના રોજ થનારું આ ચંદ્રગ્રહણ ગુજરાતના કોઈપણ જિલ્લા, તાલુકા કે ગામમાં મુખ્ય સ્વરૂપે (ખંડગ્રાસ કે પૂર્ણ) દેખાવાનું નથી.ધર્મસિંધુ અને નિર્ણયસિંધુ મુજબ શાસ્ત્રીય પ્રમાણસનાતન ધર્મના સૌથી પ્રામાણિક ગ્રંથોમાં ગ્રહણ દર્શન વિશે અકાટ્ય નિયમો આપવામાં આવ્યા છે.'यत्र यत्र प्रदृश्येत तत्र तत्रैव सूतकम्।''अदृश्यमाने न स्नानं न च सूतकम्।'શાસ્ત્રીય અર્થ: જે શહેરમાં કે દેશમાં ગ્રહણ નરી આંખે દેખાય (ચાક્ષુષ હોય), ત્યાં જ તેના યમ-નિયમ, સૂતક, સ્નાન, દાન અને ભોજન-ત્યાગના નિયમો લાગુ પડે છે. જે ગ્રહણ દેખાતું જ નથી, તેનું કોઈ સૂતક લાગતું નથી અને સ્નાન કે દાનની પણ જરૂર રહેતી નથી. માત્ર ઉપચ્છાયા (જે નરી આંખે ન દેખાય) ગ્રહણનું ધાર્મિક દ્રષ્ટિએ કોઈ જ મહત્વ હોતું નથી. જો વાદળાં હોય તો સૂતક લાગે, પરંતુ અહીં તો ચંદ્ર ઉગ્યો જ નથી, એટલે વાદળાંનો પ્રશ્ન જ ઊભો થતો નથી.મોરબી અને સમગ્ર ગુજરાત માટે અંતિમ નિર્ણયઆ શાસ્ત્રીય અને ખગોળીય પ્રમાણોના આધારે મોરબી અને સમગ્ર ગુજરાતના યજમાનો માટે સ્પષ્ટ નિર્ણય આ મુજબ છે સૂતક કાળ: બિલકુલ લાગુ પડતો નથી.બાળકો, વૃદ્ધો કે બીમાર વ્યક્તિઓ માટે: કોઈ જ નિયમ લાગુ પડતો નથી.ભોજન અને પૂજા પાઠ: આ દિવસે હોળી અને પૂનમની પૂજા, આરતી, મંદિરમાં દર્શન કે ભોજન વ્યવહાર રોજિંદા ક્રમ મુજબ જ કરી શકાશે. કોઈ પણ પ્રકારનો ભોજન ત્યાગ કે ગ્રહણ મોક્ષ પછી સ્નાન કરવાની આવશ્યકતા નથી.સમગ્ર ગુજરાતમાં ચંદ્રનો ઉદય થાય તે પહેલાં જ મુખ્ય ગ્રહણ પૂર્ણ થઈ...