મોરબી: મોરબી પોલીસ દ્વારા આજે ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દે તેવી કામગીરી કરવામાં આવી છે. શનાળા રોડ પર સોની યુવાનની હત્યાના સ્થળે નામચીન ગુનેગાર બી.કે.બોરીચાને લઈ જઈ તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.બી.કે.બોરીચા અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રહ્યો છે. તેના વિરુદ્ધ પ્રોહિબિશન અને મારામારી જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે. તાજેતરમાં તેના ઘરેથી દારૂનો જથ્થો અને કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા, જે અંગે પોલીસ દ્વારા અલગથી ગુનો નોંધી તપાસ ચલાવવામાં આવી રહી છે.આ મામલે નાયબ જિલ્લા પોલીસ વડા જે.એમ.આલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બી.કે.બોરીચા એક રીઢો ગુનેગાર છે અને તેની પૂછપરછમાં દારૂ ક્યાંથી લાવતો હતો અને તેની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. વધુમાં, જો કોઈ અન્ય વ્યક્તિઓ આ ગુનેગારના વ્યાજવટાવ કે જમીન પચાવી પાડવાના કેસોમાં ભોગ બન્યા હોય, તો તેઓને નિર્ભય થઈને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.https://youtu.be/1YmaATlXnb8?si=EVvsTF-tQYi7oa2Bhttps://youtube.com/shorts/cnzIKC9LEUg?si=xbVgb-VG1J-i11Rw#Morbi #MorbiPolice #CrimeNews #BKBoricha #MorbiUpdate #LawAndOrder #GujaratPolice