કાર તળાવમાં ડૂબી ગઈ હતી, કારમાં સવાર બે આશાસ્પદ યુવાનોના મૃત્યુથી અરેરાટીમોરબી: મોરબીના મહેન્દ્રનગર ગામમાં રહેતા બે આશાસ્પદ યુવાનોના જેતપર-રાપર પાસે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. કાર રોડ નજીક આવેલા તળાવમાં ખાબકતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેને પગલે પંથકમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.અકસ્માતનો ભોગ બનનાર મૃતકોની વિગત● નીલેશભાઈ પ્રાણજીવનભાઈ કાનાણી (ઉંમર: ૩૪ વર્ષ, રહે. મહેન્દ્રનગર)● ભીખાલાલ નીતિનભાઈ તલસાણીયા (ઉંમર: ૩૦ વર્ષ, રહે. મહેન્દ્રનગર)ઘટનાની વિગત:પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, મહેન્દ્રનગરમાં રહેતા આ બંને યુવાનો GJ 36 AF 6095 નંબરની ક્રેટા કાર લઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન રાપર નજીક કોઈ કારણોસર તેમની કાર કાબુ બહાર જઈને રોડની સાઈડમાં આવેલા તળાવમાં ખાબકી હતી. કાર મુસાફરો સાથે જ તળાવમાં ગરકાવ થઈ જતા કારમાં સવાર બંને યુવાનોના મૃત્યુ નીપજ્યા હતા.ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત દોડી ગયા હતા. લોકોએ ભારે જહેમત ઉઠાવીને તળાવ માંથી કાર બહાર કાઢી તેમાં સવાર યુવાનોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જેતપરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બંને યુવાનોને જ્યારે જેતપર સરકારી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા ત્યારે ફરજ પરના તબીબોએ તપાસીને બંનેને મૃત (Dead on Arrival) જાહેર કર્યા હતા. હાલમાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા પોસ્ટમોર્ટમ (PM) કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.