હળવદ : હળવદ પોલીસે વિદેશી દારૂના અલગ અલગ બે દરોડા પાડ્યા હતા જેમાં માળીયા - અમદાવાદ હાઇવે પર એક્ટિવા મોટર સાયકલમાં એક શખ્સને બિયર સાથે ઝડપી લેવાયો હતો. જ્યારે બીજા દરોડામાં આસ્થા પેપરમિલ નજીકથી દારૂ - બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો. જો કે, આરોપી હાથ લાગ્યો ન હતો.પ્રથમ દરોડામાં પોલીસે અમદાવાદ - માળીયા હાઇવે પરથી આરોપી વિવેક અશોકભાઈ સીતાપરા રહે.દિવ્યપાર્ક વાળાને એક્ટિવા મોટર સાયકલમાં બિયરના 3 ટીન કિંમત રૂપિયા 600 તેમજ 50 હજારના એક્ટિવા સાથે ઝડપી લેતા બિયરનો જથ્થો વિરમ કોળી અને તેના માણસ પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં પોલીસે આસ્થા પેપર મિલ તરફ જતા રસ્તા પરથી આરોપી વિરમ નાગરભાઈ કોળી રહે.પંચમુખી ઢોરો નામના આરોપીની જગ્યામાંથી વિદેશી દારૂની 4 બોટલ અને બિયરના 36 ટીન મળી કુલ કિંમત રૂપિયા 11,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જો કે, દરોડા દરમિયાન આરોપી હાથ લાગ્યો ન હતો.પોલીસે બનાવ મામલે આરોપીને ફરાર જાહેર કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.