મોરબી : મોરબીના રવાપર વિસ્તારમાં હિન્દુ મહા સંમેલન સમિતિ-ક્રિષ્ના વસ્તી દ્વારા આગામી 24 ફેબ્રુઆરી ને મંગળવારના રોજ ભવ્ય 'હિન્દુ મહા સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. 'હિન્દુ જાગશે, તો રાષ્ટ્ર જાગશે' ના મંત્ર સાથે આયોજિત આ કાર્યક્રમમાં સામાજિક સમરસતા, પર્યાવરણ, સ્વદેશી, નાગરિક કર્તવ્ય અને કુટુંબ પ્રબોધન જેવા વિષયો પર ભાર મૂકવામાં આવશે.કાર્યક્રમની વિગતો અને સ્થળ • તારીખ: 24/02/2026, મંગળવાર • સમય: રાત્રે 08:00 કલાકે. • સ્થળ: કુળદેવી પાન સામેનું મેદાન, શક્તિ ટાઉનશીપની બાજુમાં, રવાપર-ઘુનડા રોડ, મોરબી.સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિઆ સંમેલનમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને સંતો ઉપસ્થિત રહેશે. જેમાં નકલંક મંદિર-બગથળાના મહંત દામજી ભગત આશિર્વચન પાઠવશે તેમજ વક્તા તરીકે ભજનાનંદ આશ્રમ-બોટાદના સ્વામી આત્માનંદ સરસ્વતીજી ઉપસ્થિત રહેશે. તેમજ પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક (R.S.S.) ડૉ. જયંતીભાઈ ભાડેસિયા પણ વિશેષ ઉપસ્થિત રહેશે. સાંસ્કૃતિક અને સામાજિક હેતુઆ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ ધર્મની સેવા, સંસ્કારનું સિંચન અને સંગઠન ભાવ જાગૃત કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન આકર્ષક કથક નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આયોજકો દ્વારા આ કાર્યક્રમમાં મોરબીની ધર્મપ્રેમી જનતાને પરિવાર સાથે ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મહેશભાઈ વેકરીયા (૯૯૦૯૭ ૫૭૪૯૮) અને જીતલભાઈ ઠોરિયા (૯૬૩૮૯ ૯૯૯૫૫) નો સંપર્ક કરવા જણાવાયું છે.