મોરબી : મોરબીમાં સમસ્ત સોની સમાજના એક પરિવાર સાથે તાજેતરમાં બનેલી દુઃખદ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ કપરા સમયે મોરબીના જાગૃત સામાજિક કાર્યકરોએ સમસ્ત સોની સમાજને એક શોક સંદેશ પાઠવીને ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને પીડિત પરિવારને હૈયાધારણા આપી છે.મોરબીના જાગૃત સામાજિક કાર્યકરો રાજુભાઇ વી. દવે, ગીરીશભાઈ કોટેચા, દેવેશભાઈ રાણેવાડિયા અને જગદીશભાઈ બાંભણીયા સહિતના આગેવાનો દ્વારા 'સમસ્ત સોની સમાજ, મોરબી' ને ઉદ્દેશીને આજ રોજ તા. ૨૧/૦૨/૨૦૨૬ ના એક પત્ર લખવામાં આવ્યો છે. આ શોક સંદેશમાં સામાજિક કાર્યકરોએ જણાવ્યું છે કે, સોની સમાજના પરિવાર ઉપર જે દુઃખદ ઘટના બની ગઈ છે, તેને અમે તમામ સામાજિક કાર્યકરો સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમે સંપૂર્ણપણે સોની સમાજ અને પીડિત પરિવારની સાથે છીએ.વધુમાં તેઓએ સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'અવસાન પામેલના ઘર ઉપર જે આફત આવી છે તે દુઃખ સહન કરવાની શ્રીનાથજી બાવા હિંમત આપે તેવી અમારી પ્રાર્થના છે. અમો સામાજિક કાર્યકરો આપની સાથે આ દુઃખની ઘડીમાં હંમેશા સાથે રહીશું.'