મોરબી: આવતીકાલે તારીખ 22/02/2026 ને રવિવારનાં રોજ PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી અવધ ફીડર સવારે 09:00 થી સાંજે 05:00 વાગ્યા સુધી બંધ રહેશે. નાની કેનાલ રોડ નવો બનતો હોઈ તેમા નડતરરૂપ પોલ તથા ટીસી ફેરવવાની મહત્વની કામગીરીને લઈને હયાત લાઈનને અન્ડરગ્રાઉન્ડ કરવા માટે આ નિર્ણય લેવાયો છે. જેમાં આદીનાથ સોસાયટી, અમરનાથ સોસાયટી, આંબાવાડી, અમી પેલેસની બાજુનો વિસ્તાર, અવધ સોસાયટી, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, સત્કાર પાર્ટી પ્લોટ વાળો વિસ્તાર, મશાલની વાડી, સરદાર નગર 1/2, કણકડાની વાડી, મરીન ડ્રાઇવ, ઓમ પાર્ક, શ્રીકુંજ, વિજયનગર સોસાયટી, છાત્રાલય રોડ, નાની કેનાલ રોડ, શ્રીજી પાર્ક, સનરાઈઝ વિલાના તમામ ટાવર તથા તેની આસપાસના અને સામેના વાણિજ્ય તથા રહેણાંક વિસ્તાર વગેરે એરીયામા વીજકાપ રહેશે.