1 DYSP, 3 PI અને 10 PSI સહિત 70 પોલીસ કર્મીઓની ટીમ ખડેપગે: હથિયારો, કાળા કાચ તેમજ નંબર પ્લેટ સહિતનું ચેકીંગ હાથ ધરાયુંમોરબી: તાજેતરમાં મોરબીમાં નજીવી બાબતે એક નિર્દોષ સોની યુવાનની નિર્મમ હત્યાની ઘટના બની હતી. આ ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઉઠતા સવાલો વચ્ચે પોલીસ હવે સફાળી જાગી છે અને એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરના ખૂણે-ખૂણે ગુનેગારોને દબોચવા અને અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ બેસાડવા માટે આજે જિલ્લા પોલીસ દ્વારા 'મેગા કોમ્બિંગ' હાથ ધરવામાં આવ્યું હતું. મોરબી શહેરના સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોલીસે રાત્રિના સમયે ચુસ્ત બંદોબસ્ત સાથે ચેકિંગની કામગીરી કરી હતી.મોટી ફોજ સાથે પોલીસ મેદાનમાંપોલીસ પર લાગતા નિષ્ક્રિયતાના આક્ષેપોનો જવાબ આપવા માટે ખુદ ઉચ્ચ અધિકારીઓ રસ્તા પર ઉતર્યા હતા. આ કોમ્બિંગમાં 1 DYSP, 3 PI અને 10 PSIની આગેવાની હેઠળ કામગીરી કરવામાં આવી હતી. તેમજ 70 જેટલા પોલીસ જવાનોની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા તમામ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.વિવિધ વિસ્તારોમાં સઘન ચેકીંગપોલીસની ટીમોએ શહેરના મુખ્ય અને આંતરિક વિસ્તારો જેવા કે લાતી પ્લોટ, વીસીપરા, મચ્છીપીઠ, ખાટકી વાસ, કાલિકા પ્લોટ, વાવડી રોડ અને પંચાસર રોડ જેવા વિસ્તારોમાં કોમ્બિગ કરી ચેકીગ હાથ ધર્યું હતું.20 જેટલા વાહનોને પોલીસે ડિટેઈન કર્યાકોમ્બિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ વાહનોની તલાશી લીધી હતી. વાહનોમાં છરી, હથિયારો કે અન્ય કોઈ પ્રતિબંધિત સાધનો છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ કરાઈ હતી. તેમજ નંબર પ્લેટ વગરના, કાળા કાચવાળા કે નિયમ વિરુદ્ધના 20 જેટલા વાહનોને પોલીસે ડિટેઈન કર્યા હતા. DYSPએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુનાહિત માનસિકતા ધરાવતા ઈસમો અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ આ કડક કાર્યવાહી હજુ પણ જારી રહેશે.#Morbi #MorbiPolice #MegaCombing #LawAndOrder #CrimeControl #MorbiUpdate #PoliceAction #