મોરબી: મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઈ ચિખલીયા દ્વારા મોરબી કલેક્ટર અને જાહેર માહિતી અધિકારી પાસે રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) એક્ટ હેઠળ જમીન ફાળવણીને લગતી વિવિધ માહિતી માંગવામાં આવી છે. અરજદાર કિશોરભાઈ ચિખલીયાએ કરેલી વિવિધ આરટીઆઈ અરજીઓમાં તારીખ ૦૭/૧૨/૨૦૧૮ થી ૦૭/૦૨/૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લામાં થયેલી જમીન ફાળવણીની વિગતો માંગવામાં આવી છે. તેમણે મુખ્યત્વે નીચે મુજબની ત્રણ અલગ-અલગ બાબતો પર માહિતી અને દસ્તાવેજોની માંગણી કરી છે:ખરાબાની જમીન: મોરબી જિલ્લામાં ખેતી અને બિનખેતી હેતુ માટે ખરાબાની જમીન લાગુ કરવા અંગે કુલ કેટલી અરજીઓ કરવામાં આવી, તેમાંથી કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી અને કેટલી નામંજૂર કરવામાં આવી તેની વિગતવાર માહિતી માંગવામાં આવી છે, તેમજ મંજૂર થયેલી અરજીઓના હુકમની નકલો આપવા પણ જણાવાયું છે. બિનખેતી (NA) જમીન: ઉપરોક્ત સમયગાળા દરમિયાન જિલ્લામાં બિનખેતીની કુલ કેટલી અરજીઓ કરવામાં આવી છે, તેમાંથી કેટલી મંજૂર કે નામંજૂર કરવામાં આવી છે તેની વિગતો તેમજ મંજૂર થયેલા હુકમોની નકલો માંગવામાં આવી છે. મીઠાના અગર માટે જમીન: મોરબી જિલ્લામાં મીઠાના અગર માટે જમીન ફાળવણી બાબતે કેટલી અરજીઓ આવી, કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી અને કેટલી નામંજૂર કરાઈ તેની વિગતો તેમજ મંજૂર થયેલા તમામ હુકમોની નકલો માહિતી સ્વરૂપે માંગવામાં આવી છે. આ તમામ અરજીઓ મારફતે જમીન ફાળવણી અને બિનખેતી પ્રક્રિયાઓમાં થયેલી કામગીરીના સત્તાવાર દસ્તાવેજો કલેક્ટર કચેરી પાસે માંગવામાં આવ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Congress #RTI #MorbiCollector #LandAllocation #KishorbhaiChikhliya #GujaratNews