મોરબી: શહેરના સોની સમાજના યુવાન જતીનભાઈ રસિકભાઈ આડેસરા (ઉં.વ. ૩૩) ના આઘાતજનક અવસાનને પગલે, સદગતના દિવ્ય આત્માની શાંતિ અર્થે આજે મોરબીમાં એક કેન્ડલ માર્ચ અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આ કપરા સમયે શોકાતુર પરિવારને સાંત્વના પાઠવવા અને સદગતને શ્રદ્ધાંજલિ આપવા માટે બેસણાં બાદ આ રેલી કાઢવામાં આવશે. મોરબીના સોની સમાજ તેમજ અન્ય તમામ સમાજના વેપારી મિત્રો અને નાગરિકોને આ દુઃખની ઘડીમાં સદગતના પરિવાર સાથે સહભાગી થવા નમ્ર અપીલ કરવામાં આવી છે.કેન્ડલ માર્ચની વિગત● તારીખ: ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬, શનિવાર (આજે)● સમય: સાંજે ૬:૦૦ વાગ્યે● પ્રસ્થાન સ્થાન: સિધ્ધિ વિનાયક હોલ, સત્યમ પાન વાળી શેરી (બેસણાના સ્થળથી)● સમાપન સ્થાન: ઘટના સ્થળ, રંગોલી આઇસ્ક્રીમ, સરદાર બાગ પાસે