લોકો બેસણામાં હતા ત્યારે ગુનેગારનું સરઘસ કાઢવામાં આવ્યું તેની સામે નારાજગી મોરબી : મોરબી શહેરમાં બે દિવસ પહેલા જાહેરમાં સોની યુવાનની હત્યાની ઘટનાથી ભારે રોષ જન્મ્યો છે. આજે યુવાનના બેસણા બાદ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. સાથે બનાવ સ્થળે લોકોએ એકત્ર થઈ ડીવાયએસપીને બોલાવ્યા હતા. ડીવાયએસપી ત્યાં આવતા બધા બેસણા સ્થળે ગયા હતા. જ્યાં હાલ વાતચીત ચાલુ છે. આજે સાંજના સમયે યુવકની હત્યાના વિરોધમાં સમાજની વાડીથી લઈને જ્યાં આ હત્યાની ઘટના બની હતી ત્યાં સરદારબાગ સુધી લોકોએ કેન્ડલ માર્ચ યોજી હતી. ન્યાયની માગણી સાથે લોકો રોડ પર જ બેસી ગયા હતા અને ન્યાય આપોના નારા લગાવ્યા હતા. લોકોએ ફોન કરી ડીવાયએસપીને ઘટના સ્થળે બોલાવ્યા હતા. ડીવાયએસપી ઘટના સ્થળે આવતા લોકો તેમની સાથે બેસણા સ્થળે ગયા હતા. હાલ બેસણા સ્થળે લોકો ડીવાયએસપીને રજુઆત કરી રહ્યા છે. વધુમાં પોલીસે બેસણું ચાલુ હતું. તે વેળાએ ગુનેગારનું સરઘસ કાઢ્યું હતું. જેની સામે લોકોએ નારાજગી દર્શાવીને બધાની હાજરીમાં ગુનેગારનું સરઘસ કાઢવામાં આવે તેવી માંગ કરી છે.