મોરબી : મોરબીના ચાચાપર ગામે આજે સવારના સમયે એક પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી છે. મળતી માહિતી પ્રમાણે ચાચાપર ખાતે આવેલા ઉન્નતિ પ્લાસ્ટો નામના કારખાનામાં આગ લાગી હતી. આગની જાણ થતાં મોરબી ફાયર ટિમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા પ્રેયાસ હાથ ધર્યો હતી પરંતુ આગ વિકરાળ હોય રાજકોટથી ફાયર ફાઈટરની ટીમ મંગાવવામાં આવી છે. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.