ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા - પડધરી રોડ પર હમીરપર ગામના પાટિયા પાસે ગત તા.19ના રોજ જીજે - 10 - ડીઆર - 0611 નંબરની ટાટા પંચના કાર ચાલકે જીજે - 10 - ડીઈ - 2735 નંબરની વેગનઆર કાર સાથે અકસ્માત સર્જતાં વેગનઆર કારના ચાલક હાર્દિકભાઈ ગોપાલભાઈ તાડા રહે.મોટા ભાડુકિયા, તા.કાલાવડ વાળાના બન્ને પગમાં ફ્રેક્ચર થઈ જવાની સાથે અન્ય બે વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટના બાદ ટાટા પંચ કારનો ચાલક નાસી જતા પોલીસે વેગનઆર કારના ચાલકની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.