અકસ્માત સર્જાયા બાદ કાર સવાર 3 યુવાનો કાર મૂકી ચાલ્યા ગયા : સ્થાનિકોમોરબી : મોરબીમાં અવની ચોકડી પાસે અત્યારે રાત્રીના સમયે એક કારે બે વાહનોને હડફેટે લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે અકસ્માત બાદ આ કાર સવાર 3 યુવાનો કાર રેઢી મૂકી ચાલ્યા ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર આજે શનિવારે મોડી રાત્રીના સમયે અવની ચોકડી પાસે એક કારે અન્ય એક કાર અને બાઇક સાથે અકસ્માત સર્જ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કારમાં 3 યુવાનો સવાર હતા. તેઓ કાર મૂકી ચાલ્યા ગયા હતા. આ અકસ્માતમાં બે લોકોને ઇજા પહોંચી હોવાનું સ્થાનિકો અંતમાં જણાવી રહ્યા છે.