સરદાર બાગ સામે સાઈડ કાપવા મુદ્દે ભુરો અને નંદો નામના શખ્સે છરીના ઘા ઝીકી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઇમોરબી : મોરબી શહેરમાં શનાળા રોડ પર સત્યમ પાન વાળી શેરીમાં રહેતા અને ગ્રીનચોક પાસે સોનીકામ કરતા યુવકની ગતરાત્રીના સરદાર બાગ નજીક રાજકોટથી બહેનને લઈ પરત આવતા હતા ત્યારે મોટર સાયકલની સાઈડ કાપવા જેવી નજીવી બાબતે છરીના ઘા ઝીકી હત્યા કરનાર બે હત્યારની ઓળખ મળી ગઈ છે.બનાવ અંગે મૃતકના મોટાભાઈની ફરિયાદના આધારે એક્સેસ મોટર સાયકલમાં આવેલ બે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના શનાળા રોડ પર ગતરાત્રીના હત્યાના બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે. હત્યાના બનાવ અંગે સત્યમ પાન વાળી શેરીમાં રહેતા અને ગ્રીનચોક નજીક સોનીકામની દુકાન ધરાવતા મૌલિક રસિકલાલ આડેસરાએ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેમના નાનાભાઈ જતીનભાઈ રાજકોટ રહેતા બહેન પાસે ગયા હતા અને રાત્રીના માસાજી સહિતના લોકો સાથે કાર લઈ પરત આવતા હતા ત્યારે સરદાર બાગ નજીક રંગોલી આઈસ્ક્રીમ સામે એક્સેસ મોટર સાયકલની સાઈડ કાપતા બે શખ્સએ ઝઘડો કરી છરીના ઘા ઝીકી દેતા જતીનભાઈ આડેસરાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા પરંતુ સારવાર કારગત નીવડી ન હતી.વધુમાં મૌલિકભાઈએ જણાવ્યું હતું કે, તેમના ભાઈ સાથે ઝઘડાના આ બનાવ બાદ ઇજાગ્રસ્ત જતીનભાઈએ તેમને ફોનમાં ઉપરોકત વિગત જણાવી હતી અને ઝઘડાના સમયે આરોપીએ ખચાખચ છરીના ઘા ઝીકી દીધા હતા અને અન્ય આરોપી મૃતક જતીનભાઈને પકડી રાખ્યા હતા.નોંધનીય છે કે,મૃતક જતીનભાઈને 11 માસની પુત્રી છે.હત્યાના આ બનાવથી જતીનભાઈની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.